ભાજપ ઝાલોદ નગર અને ઝાલોદ ગ્રામ્ય મંડળની સંગઠનની મીટીંગ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે યોજાઇ. આ મિટિંગમાં સંગઠનનાં આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાજપના જિલ્લા પ્રભારી સતીષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, જિલ્લા ભાજપના વરિષ્ઠ આગેવાન બી. ડી. વાઘેલા, જી.પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, પૂર્વ ધારાભ્ય ભાવેશભાઈ કટારા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન વશૈયા, તા.પૂ.પ્રમુખ રમેશભાઈ ભાભોર, મુકેશભાઈ બમ, મંડલ પ્રમુખ દિનેશભાઈ પંચાલ, મુકેશભાઈ પરમાર, મંડલ આગેવાન વાઘજીભાઈ, અતુલભાઈ પરમાર, મુકેશભાઈ ડામોર, રમેશભાઈ હઠીલા, અગ્નેશભાઈ પંચાલ, ભરતભાઇ શ્રીમાળી, જેશિંગભાઈ વસૈયા અને વિશાળ સંખ્યામાં જીલ્લા સભ્યો, તાલુકા સભ્યો, શકિત કેન્દ્રના સંયોજક – પ્રભારી તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ ઝાલોદ નગર અને ઝાલોદ ગ્રામ્ય મંડળની સંગઠનની મીટીંગ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે યોજાઇ
RELATED ARTICLES