પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ગુન્હાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુન્હાઓ આચરનારા ગઠીયાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપેલ. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ, ઝાલોદ ડીવીઝન તથા એચ.સી. રાઠવા સી.પી.આઇ. ઝાલોદ સર્કલનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ લીમડી પો.સ્ટે.માં દાખલ થયેલ ઓનલાઇન છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને પકડવા સારૂ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરનાઓની સુચનાથી લીમડી પોલીસ સ્ટાફના વિપુલભાઇ મંગળાભાઇ અ.હે.કો. તથા પ્રદીપભાઇ નટુભાઇ અ.પો.કો તથા સંજયભાઇ નુરજીભાઇ અ.પો.કો.નાઓએ વાપી તથા સુરતના બારડોલી ખાતે જઇ ઓનલાઇન છેતરપીંડી કરનારા બે ગઠીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
બંને પકડાયેલ આરોપીઓમાં (૧) તરૂણભાઇ અજીતભાઇ ચૌધરી, રહે.પંચોલ, ડુંગરી ફળીયુ, તા.ડોલવણ, જી.તાપી અને (૨) રાહુલભાઇ નામદેવભાઇ અખાડે, હાલ રહે.બારડોલી, બાબેન, સંજયનગર, તા.બારડોલી, જી.સુરત ગ્રામ્ય. મૂળ રહે.નરદાણા, તા.જી.જલગાવ (મહારાષ્ટ્ર)
પ્રાપ્ત માહિતી મુજબ આ બંને આરોપીઓએ પોતે ઇન્સ્ટાગ્રામમાં tctraders નામથી એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાં ટ્રેડીંગ કરવાથી ખૂબ જ પ્રોફીટ થાય તેવી સ્ટોરીઓ મુકી લોકોને ઓનલાઇન ટ્રેડીંગ કરવા લાલચ આપતા હતા, જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી લોકો પ્રભાવિત થતા હતા. જેમાં આ ગુન્હાના ફરીયાદી આયુશભાઈ અનિલભાઈ દરજી ઉ.વ. ૨૭ વર્ષ રહે. નવા બજાર, લીમડી સાથે આરોપીઓ સંપર્કમાં આવી ફરીયાદી આયિશભાઈની મૂડીની રકમ સહી-સલામત રહેશે અને વધારામાં પ્રોફીટ થશે અને ખૂબ જ રૂપિયા મળશે તેવી લાલચ આપી અલગ-અલગ સમયે આયુશભાઇ દરજી પાસેથી ટુકડે-ટુકડે રૂ.૧૨,૦૦,૦૦૦/- ખંખેરી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ છે. ત્યારે આયુશભાઈએ આ આપેલ રૂપિયા પરત માંગ્યા ત્યારે બંને આરોપીઓએ પોતાના મોબાઈલ નંબર બદલી નાખેલ તે સબબ આયુષભાઈ અનિલભાઈ દરજી એ પોલીસ ફરિયાદ કરતા આશરે આંઠ મહિના બાદ આ બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
દરેક નાગરિકે આવા વધતા જતા સાઇબર ક્રાઇમ થી બચવા માટે સાવચેતી રૂપે પગલાં લેવા જોઈએ જેમ કે …
- સોશીયલ મીડીયામાં અજાણ્યા વ્યકિત પર ભરોસો ન કરવો. જેને વ્યક્તિગત ઓળખતા ના હોય, તેવા કોઇ વ્યકિત સાથે નાંણાકીય લેવડ-દેવડ કરવી નહી.
- વધારે પૈસા કમાવાની લાલચ આપતી પોસ્ટ, વિડીયો કે મેસેજ સોશીયલ મીડીયામા ફરતા હોય તેવા ઉપર ભરોસો કરવો નહી.
- તમે સાયબર ક્રાઇમ આર્થિક ફ્રોડનો ભોગબનો તો તાત્કાલીક ૧૯૩૦ પર ફોન કરવો.
- આર.બી.આઇ. દ્વારા કે સરકાર દ્વારા અધિકૃત ન હોય તેવી કોઇ પણ કંપની કે ગૃપમા નાંણાકીય રોકાણ ન કરવું જોઇએ.