દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છેવાડે આવેલ તારમી ગામનાં કાછલાં ફળિયામાં રહેતી મીનાબેન રકનભાઈ જાતે પરમાર તા.03/12/2022 થી તેમના ઘરેથી કોઈને પણ કીધા વિના જ ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમની એક ભારતી નામની દીકરી ગત દિવાળી પર તેની સાથે ધોરણ 10માં ભણતા યુવાન જોડે ભણતા ભણતા પ્રેમ થઈ જતા તે પોતાનું ઘર અને માં-બાપ છોડીને સીમલખેડી ગામના એ યુવાન સાથે ભાગી જતા કેટલાય સમયથી મીનાબેન આઘાતમાં જ રહેતા હતા, અને તેમના દિયરના ઘરનું કામકાજ ચાલતું હોઈ મદદ માટે તેમના પતિ રકનભાઈ પરમાર તેમના ભાઈના ઘરે ગયાં હતાં. તેવા સમયે પોતાના ઘરમાં એકાંતનો લાભ લઈને તા.0/12/2022 ના 10:00 વાગ્યાના સુમારેથી ગુમ થઈ હતી અને તા.06/12/2022 ના રોજ તેની જુદી જુદી જ્ગ્યાએ તપાશ કરતા સંજેલી તાલુકાના કાલિયાહેલ તળાવમાંથી તેની લાશ સંજેલી પોલીસને મળી હતી. પોલીસે મોત માટેનું કારણ તપાસતા ગત દિવાળી પર તેની દીકરી ભારતી સીમલ ખેડી ગામના એક યુવાન સાથે પ્રેમ લગ્નકરીને ભાગી જતા કાયમ માટે તે શોકમાં રહેતી હતી અને તેના લીધે આવું પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું.
