૭૦ માં સ્વાતંત્ર્ય દિનની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી ગરબાડા તાલુકા મથકે યોજાઈ રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવીએ ધ્વજવંદન કર્યું

0
1021

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN GARBADArastradhwaj 1

૭૦ માં સ્વાતંત્ર્ય દિનની દાહોદ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી ગરબાડા તાલુકા મથકે ગરબાડા બામણીયા ફળીયા પ્રાથમિક શાળા સામે કરવામાં આવી હતી. આ પ્રસંગે માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી વન અને આદિજાતિ વિકાસ શબ્દશરણ તડવીએ ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન કર્યા બાદ માન.મંત્રીએ પરેડની સલામી તથા નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ મંત્રીએ ઉદબોધન કરી જણાવ્યુ હતું કે.

આજે આપના સ્વાતંત્ર્ય વીરોનું સ્મરણ કરીને નતમસ્તકે નમન કરવાનું પર્વ છે. પૂ.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શ્યામજીકૃષ્ણ વર્મા અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન વીર સપૂતોનું સ્મરણ કરીને તેમના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી અનુભવવાનું પર્વ છે. એમની કરબાનીની કારણે આજે આપણે આઝાદીના ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ. આ રાષ્ટ્રભક્ત ક્રાંતિવીરોએ વિકટ પરિસ્થિતીઓમા અંગ્રેજોએના આંતક સામે લડીને દેશની આઝાદીનું સ્વપ્ન સેવ્યું. આટલુજ નહીં જાનની બાજી લગાવીને તેને સાકર પણ કર્યું. આજે ૭૦ સ્વાતંત્ર્ય પર્વે આપણે સહુએ આ રાષ્ટ્રભક્તોએ દાખવેલ માર્ગે ચાલવાની આવશ્યકતા ઊભી થઈ છે. Garbada 15 August-2 વૈમનસ્યને દેશવટો આપીને સમાજમાં સમરસતા સ્થાપી પરસ્પરના વિકાસ સાથે સાચી સ્વાતંત્ર્યતાની ભાવના કેળવવાની છે. આપણાં સ્વાતંત્ર્ય વિરોની કુરબાનીને વંદન કરીને આપણાં આંતરિક અને બાહ્ય દૂષણો સામે જંગ લડીને દેશભક્તિ અને ભાઈચારાનો માહોલ વધુ વ્યાપક અને અસરકારક બનાવવાનો છે. જેમ સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, તેમ ગુજરાતનાં પનોતા પુત્ર અને આપણાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક ભારત શ્રેષ્ઠ ભારત ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે અને સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરીને દેશના નાનામાં નાના છેવાડાના માણસના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ કર્યો છે.navi 2images(2)

વધુમાં મંત્રીએ ભારત સરકાર તેમજ રાજ્યસરકારની પ્રગતિ અને લોકો માટેની યોજનાઓ અને લાભો વિષે વિસ્તૃત માહિતી આપી જણાવ્યુ હતું કે, સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. આ યોજનાના મુખ્યબંધના દરવાજા બેસાડવાના કામ જે વર્ષોથી નહોતું થયું તે માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન થયાના માત્ર ૧૭ દિવસમાં તેની પરવાનગી આપી દીધી અને સામે ગુજરાતે પણ કઈ કચાસ રાખ્યા વિના એજ દિવસે કામ ચાલુ કરી દીધું અને કામો માર્ચ ૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા છે. તેમજ મંત્રીએ પ્રધાનમંત્રી જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાન મંત્રી મુદ્રા યોજના, અટલ પેન્સન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, ઉન્નત જ્યોતિ યોજના, દેશના યુવાનોને વેપાર વાણિજ્ય ક્ષેત્રે પ્રોત્સાહિત અને પગભર કરવા સ્ટાર્ટ-અપ પોલિસી, મેઈક-ઇન-ઈન્ડિયા, કિસાનો માટે પ્રધાનમંત્રી ફસલ યોજના, તેમજ સ્વચ્છ ભારત મિશન, ઘેર ઘેર શૌચાલયોના નિર્માણ, ડોર ટુ ડોર કચરા કલેક્શન, સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.Garbada 15 August-3

વધુમાં તેમના જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોમાં સહભાગી થઈને વિકાસમાં યોગદાન આપવા ગુજરાતે પણ કમર કસી છે, શાંતિ, સલામતી,શૌહાર્દ અને સમરસતા સાથે સમૃદ્ધિના મશાલચી આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપનીના નેતૃત્વમાં ગુજરાત સમરસ વિકાસના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરવા આગળ વધી રહ્યું છે. માત્ર સ્માર્ટ સિટિ જ નહીં પરંતુ ગામડાઓને પણ સ્માર્ટ વિલેજ એન્ડ ગુડ ગવર્નન્સ યોજના અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી અમૃત્તમ માં યોજના તેમજ માં વાત્સલ્ય યોજના વિષે પણ માહિતી આપી હતી તેમજ આરોગ્ય, શિક્ષણ, ગુણોત્સવ, મહિલા અને બાલ કલ્યાણ, કૃષિ, સિંચાઇ,આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા, કાયદો અને વ્યવસ્થા વિષે પણ મંત્રીએ તેમના ઉદબોધનમાં વિસ્તૃત માહિતી આપી હતી.Garbada 15 August-4

ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ૧૮૧ અભયમની કૃતિ, સુરક્ષા સેતુ અંતર્ગત કરાટે ડેમોસ્ટ્રેશન યોજાયો હતો અને ઈનામ વિતરણ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here