PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર સેવક હિરેન પટેલની હત્યાનો મામલો, અમિત કટારાની ધરપકડ મામલે ઝાલોદ કોંગ્રેસએ વિરોધ નોંધાવ્યો. રાજકીય કીંનાખોરી રાખી ખોટા કેસ કર્યા હોવાનો આક્ષેપ, રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. રેલીમાં પૂર્વસાંસદ બાબુ કટારા, MLA.ભાવેશ કટારા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા.
હત્યા પાછળ પૂર્વસાંસદના પુત્ર અને ઝાલોદના કોંગી MLA ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ બહાર આવ્યું હતું. પોલીસે અમિત કટારાની ધરપકડ કરતા મામલો ગરમાયો. યોગ્ય તપાસ ન થાય તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી. કોંગી કાર્યકર્તાઓ અને કટારા પરિવારનું કહેવું છે કે અમિત કટારાને રાજકીય કિન્નખોરીનો શિકાર બનાવમાં આવ્યો છે. હિરેન પટેલના માર્ગ અકસ્માતને હત્યા કહી અધિકારીઓ કટારા પરિવારને સંડોવવા માંગે છે. આ મામલે ગઈ કાલે જ દાહોદ LCB દ્વારા અમિત કટારા ની ધરપકડ કરાઈ હતી અને 5 દિવસ અગાઉ આ હત્યાના કાવત્રાને અંજામ આપનાર ઇમું દાંડ ગુજરાત ATS ના હાથે હરીયાણા થી ઝડપાયો હતો અને તેને અમિત કટારાનું નામ ATS ને આપ્યું હતું જેના આધારે અમિત કટારાની ધરપકડ થઈ હતી.
આજે ઝલોદમાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ભેગા મળી આ મામલે રેલી કાઢી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હવે આગળની પોલીસ તપાસમાં વધુ હકીકત બહાર આવશે કરણ કે ગૃહ મંત્રી એ જાતે આ મામલે હિરેન પટેલના પુત્રને મળી અને કહયું હતું કે તમને ન્યાય મળશે અને દોષીઓને સખ્ખત સજા થશે. એ દિવસના નિવેદન પછી ઇમુ દાંડ ઝડપાયો હતો અને તેને પૂછપરછમાં અમિત કટારાનું આપ્યું હતુ.
નોંધ –– બાબુભાઇ કટારાએ મીડિયા સમક્ષ કહ્યું કે આ ધરપકડ ખોટી છે અને રાજકીય અદાવત થી પ્રેરિત છે અને હમણાં ટૂંક સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાના ઇલેક્સનો આવી રહ્યા છે તેને ધ્યાને લઇને અમારા પરિવારને બદનામ કરવાની કોશિશ છે અને જરૂર પડશે તો હું પણ જેલમાં બેસવા તૈયાર છું. આ આખું ખોટી રીતે ભાજપ દ્વારા અધિકારીઓને દબાણ કરીને ઉભું કરાયું છે