🅱️reaking : દાહોદનાં સ્ટેશન રોડ ઉપર નહેરુ બાગ પાસે આવેલ નગીના મસ્જિદનું દબાણ દૂર કરાયું 

0
8428
 THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA
 દાહોદ સ્ટેશન રોડ ઉપર નહેરુ બાગ પાસે આવેલ નગીના મસ્જિદ નું દબાણ દૂર કરાયું. 
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી દબાણની કામગીરીના બીજા તબક્કામાં દાહોદમાં આજે તા.૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વહેલી સવારે 4.30 કલાકે  ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નગીના મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવ્યું.
મસ્જિદ કમિટીનો દાવો હતો કે જગ્યા એમની છે જેમાં મસ્જિદ બની છે, પરંતુ તેઓ કોઇ પણ પુરાવા રેવન્યુ ઓફિસમાં કે હાઇકોર્ટમાં લીગલ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહિ. મસ્જિદ કમિટીના સભ્યો હાઇકોર્ટમાં પણ ગયા હતા પરંતુ હાઇકોર્ટમાં પણ તેઓ લીગલ પુરાવા રજૂ ના કરી શક્યા. જેના અભાવે તેઓને હાઇકોર્ટ દ્વારા નકારી કાઢ્વામાં આવ્યા હતા.
દાહોદના રેવેન્યુના સરકારી અધિકારીઓનું કહેવુ છે કે  1900 ની સાલથી સરકારી વાવેતર હતી. નગીના મસ્જિદ કમિટીનો દાવો હતો કે મસ્જિદ અમારી છે, પણ કેવી રીતે આવ્યા તેના કોઈ લીગલ પુરાવા તેઓ કોઈ પણ સ્થળ ઉપર આપી શક્યા નથી અને જેના કારણે આ દબાણ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું
દાહોદના સ્ટેશન વિસ્તારમાં જ્યાં મસ્જિદનું દબાણ દૂર કરાયું હતું તે વિસ્તારમાં ટુ લેયર સિક્યોરિટી રાખી અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદનું દબાણ તોડી પાડ્યું હતું.
આ દબાણ હટાવવાની કામગીરીમાં 450 પોલીસ જવાન નો કાફલો સાથે 20 પોલીસ અધિકારીઓ તેમજ દાહોદ SDM એન.બી.રાજપૂત અને ASP બાંગારવા અને ચીફ ઓફિસર વાઘેલા આ આખી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને આ નગીના મસ્જિદનું દબાણ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં દૂર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here