THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગરપાલિકાની ચૂંટણી માં વોર્ડ નંબર – 4 (ચાર) માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહેલ કૈલાશ ભજનલાલ માખીજા આજે ભાજપના સમર્થનમાં ભાજપનો ખેસ ધારણ કર્યો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ – તેમ દાહોદ કોંગ્રેસમાં એક પછી એક ગાબડા પડી રહ્યા છે. ત્યારે દાહોદ કૉંગ્રેસમાં ફરી એક ગાબડું પડ્યું. દાહોદ નગર પાલિકા વોર્ડ નંબર 4 (ચાર) માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહેલ કૈલાશ માખીજાએ આજે તા.૨૬/૦૨/૨૦૨૧ને શુક્રવારના રોજ દાહોદ શહેર ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ગુલશનભાઈ બચાણી તથા સમાજના આગેવાનોના સમજાવ્યા મુજબ આજ રોજ તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
ત્યારબાદ તેઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૂળ તો હું ભાજપની વિચારધારા ધરાવનાર કાર્યકર્તા હતો પરંતુ અમુક મતભેદોના કારણે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી હતી, અને આજ રોજ હું ફરી ભાજપ પાર્ટી સાથે જોડાઈ મન, વચન અને કર્મથી ભાજપની વિચારધારાનો સ્વીકાર કરું છું તથા મારા વોર્ડ નંબર – 4 (ચાર) અને મારા જ્ઞાતિ ભાઈ તુલસી જેઠવાણીને સમર્થન આપી વોર્ડ નંબર – 4 (ચાર) ની ભાજપની પેનલને જંગી મતોથી જીતાડવા પ્રયત્ન કરીશ.