VIPUL JOSHI –– GARBADA
THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વેપારી ઉપર થયુ ફાયરિંગ, ગરબાડા તાલુકાની નિમચ ઘાટીમાંથી પસાર થતા વેપારી ઉપર ફાયરિંગ. મધ્ય પ્રદેશના રાણપુરના વેપારી આશરે 1 કલાક અગાઉ પોતાના ગામ રાણાપુરથી બાઇક ઉપર તેમના કર્મચારી સાથે નિમચ આવી રહ્યા હતા અને બાઇક ઉપર નિમચ ઘાટીમાં તેના ઉપર થયું ફાયરિંગ.
વેપારીને ડાબી બાજુ પીઠની પાછળ વાગી ગોળી. ફાયરિંગ લૂંટ ના ઇરાદે થયું કે કોઈ અદાવત તે પોલીસ તપાસ કરી રહી છે. હાલ ગરબાડા પોલીસને આ ફાયરિંંગની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ વેપારીને ગરબાડા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપી દાહોદની સ્ટેશન રોડ ઉપરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમના સગાસંબંધીઓ પણ પહોંચી ગયા છે.
બાઇક ઉપર માસ્ક અને હેલ્મેટ પહેરી બે બાઇક સવાર એ આવી ચાલુ બાઇક ઉપર ગોળી મારી હતી. જેમાં વેપારી બાઇક ઉપરથી પડી ગયા હતા. પોલીસ આ બંને હુમલાવર બાઇક સવાર કોણ હતા તેમની તપાસ કરી રહી છે
આ આરોપીઓ મળે અથવા તો વેપારી કાંઈક જણાવે તો હકીકત બહાર આવે તેવું હાલ જણાઈ રહ્યું છે. ઉપરોક્ત માહિતી કિલ્લુ કે જે વેપારીના કર્મચારી તેઓની સાથે હતા તેમને આપી હતી.