🅱️reaking : પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં રાત્રે પોણા ચાર ઈંચ વરસાદ (96mm) ખાબકતા સરકારી આવાસ ધરાશાયી, 3 ના મોત

0
20

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના કનજીપાણી ગામે સરકારી આવાસનું જૂનું મકાન પડતા ચાર વર્ષના બાળક સહિત ત્રણ લોકોના જીવ ગયા. એક વૃદ્ધા, એક પુરુષ સહિત ચાર વર્ષના બાળક ઘરની દીવાલ નીચે દબાઈ જતા મોત નિપજ્યા. સરકારી આવાસનું જૂનું મકાન પડે એમ હોઈ કુટુંબ બાજુમાં કાચું મકાન બનાવી રહેતા હતા. આવાસની દીવાલ કાચા મકાન ઉપર પડતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે એકને સામાન્ય ઇજાઓ થઈ. સવારે આજુબાજુના લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા મામલતદાર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો.

જાંબુઘોડા માં ગત રોજ સાંજે શરૂ થયેલો વરસાદ આખી રાત્રી દરમ્યાન વરસ્યો હતો, લગભગ 96 mm વરસાદ વરસતા એક મકાન ધરાશાયી થવાની ઘટના. ચાર વર્ષ ના બાળક સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here