THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૧૧/૦૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ દાહોદ નગર પાલિકાની ચુંટણી લક્ષી ભાજપ મોવડી મંડળ દ્વારા વોર્ડ નં. ૧ થી ૯ ની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં BJP પાર્ટીએ નવી ગાઈડ લાઇન બહાર પાડી હતી કે જે લોકો સળંગ ૩ ટર્મથી ચુંટણી જીતી ચુક્યા હોય અને સગા સબંધીવાદને પણ ધ્યાનમાં રાખવામા આવશે અને તે લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપ મોવડી મંડળે અંતે ફાઇનલ નિર્ણય કર્યો અને તે નિયમોનું પાલન કરતા ઘણાં લોકોના નામ કપાયા હતા.
આ યાદી જાહેર થતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં જુના 50% ઉપરાંત લોકોની ટિકિટ કપાઇ, જુના જોગીઓ વિરોધના મૂડમાં હોવાની ચર્ચાઓ પણ નગરમાં ચાલી રહી છે. જૂનામાં કાઈદ ચુનાવાલા, અરવિંદ ચોપડા, વિનોદ રાજગોર, બીરજુ ભગત, પુષ્પાબેન, રમીલાબેન, લતાબેન સોલંકીને ટિકિટો નથી મળી જેનાથી આ બધામાં નારાજગી છે.
નારાજ પૈકી કાઈદ ચુનાવાલા કે જેઓ રનિંગ કાઉન્સિલર અને ભરત બચાની માજી કાઉન્સિલર હતા જે ગઈ ટર્મમાં ન હતા પરંતુ આ વખતે તેઓ પણ ટિકિટની લાઈનમાં હતા અને તેઓને ટીકીટ ન મળતા તેઓએ ભગવાનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડયો હતો.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
ત્યારે લોકોમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે વર્ષો સુધી ભગવા નો સાથ આપનાર હાલના અને માજી કાઉન્સિલર દ્વારા કોંગ્રેસના પંજાનો હાથ પકડી ભાજપની નારાજગી વહોરી હતી. તો શું આ સમીકરણ થી વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 5 માં ભાજપને અસર થશે ? ત્યારે વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 5 ના લોકોમાં જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ બંને વોર્ડમાં BJP ની પેનલ જ જીતશે તેનું કારણ છે કે આ વખતે ભાજપ દ્વારા સમગ્ર શહેરમાં જે ઉમેદવારને ટિકિટની વહેચણી કરી છે તે એક લેવલ અનુરૂપ કરી છે અને લોકોમાં એવી પણ ચર્ચા છે કે દરેક વોર્ડમાં આ વખતની ફાળવણી ખૂબ જ સરસ રીતે કરવામાં આવી છે. અને તેના કારણે નગર પાલિકામાં BJP ની સીટોમાં વધારો થશે.
આ બંને નેતાઓએ ભાજપની વિશ્વનિયતા ઉપરથી તેઓએ ગુમાવ્યો વિશ્વાસ અને ત્યારબાદ કૉંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાઈદ ચુનાવાલા વોર્ડ નં. – ૩ માંથી કૉંગ્રેસની ટિકિટ ઉપર લડશે અને ભરત બચાણી વોર્ડ નં. – ૫ ઉપરથી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.