🅱reaking Dahod : દાહોદ જિલ્લા બસ મથકમાં હડતાલનાં પગલે બસો કરી જમા : બસોની આવાજાહિ પર લગાવી રોક

0
270

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતેના બસ સ્ટેશનમાં રાત્રીના 12.00 વાગ્યા પહેલા આવેલી બસો રોકી લેવાઈ. રાત્રીના ૦૨:૦૦ વાગ્યા થી દાહોદ ડેપોમાં આવતી બસો પણ કર્મચારીઓ લોખંડના થાંભલાની આડાસ મૂકી રોકતા હતા. જે દાહોદ પોલીસના પી.આઈ. પટેલે એસ.ટી. કર્મચારીઓને કહી આડાસ ખસાાવડાવી અને બસોને પ્રવેશવા દેવા માટે રસ્તો કરાવ્યો.

આ હડતાલ 3 દિવસની હોઈ મુસાફરોને ખૂબ તકલીફ પડશે. દાહોદમાં તો આજથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે જનારા લોકો મુશ્કેલીમાં મુકાયા.

એસ.ટી. કર્મચારીઓ તેમની માંગણીઓને લઇને નારાજ છે. ખાસ કરીને એજન્સીઓ દ્વારા થતી ભરતી, ખાનગીકરણ, સાતમું પગારપંચ, ડ્રાઇવર, કન્ડક્ટરની ભરતી વર્ગ ત્રણમાં કરવી, નવી લક્ઝરીઓને કી.મી. પર ભાડું ચૂકવવું અને ડીઝલ ડેપોમાંથી ડીઝલ ભરવાનું છતાં ખોટમાં તોય ચલાવાની. આ તમામ મુદ્દે સરકારને વારંવાર રજુઆત છતાં આ માંગો ધ્યાને ના લેતા તેઓ હડતાલ પર ઉતાર્યા છે.

વધુમાં એસ.ટી. કર્મચારીઓની હડતાળના પગલે આજ સવારથી જ મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. અને એસ.ટી કર્મચારીઓની માંગો ગ્રાહ્ય નહીં રાખવામાં આવે કે સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનો પણ થઈ શકે છે. તેવુ એક એસ.ટી. કર્મચારીએ અમારા NewsTok24 ના પત્રકાર સાથે ચર્ચામાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here