Thursday, November 21, 2024
Google search engine
HomeLimkheda - લીમખેડાઅનડીટેક્ટ મો. સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે મોટર સાયકલ સાથે આરોપીને...

અનડીટેક્ટ મો. સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડવામાં લીમખેડા પોલીસને મળેલ સફળતા

જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ જિલ્લામા લુંટ/ધાડ/ઘરફોડ/ચોરીના બનાવો બનતા અટકાવવા તથા અનડીટેક્ટ ગુનાઓને ડિટેક્ટ સારુ સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગના લીમખેડાનાઓએ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂર સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે P.I. એમ.જી. ડામોર તથા દિનેશભાઈ મનોરભાઈ, અમિતભાઈ રમેશભાઈ, અશ્વિનભાઈ પારસિંગભાઈ, પ્રતાપભાઈ માનજીભાઈ, વિનોદભાઈ પ્રતાપભાઈ, અર્જુનભાઈ પ્રભાતભાઈ, ભરતભાઈ રામસિંગભાઈ, વિજયભાઈ જવસિંગભાઈ, જગદીશભાઈ વિરસિંગભાઈ નાઓ સાથે લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુધિયા ગામે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન (૧) રમેશભાઈ હવસિંગભાઈ જાતે ભુરીયા રહે. સરવણ મોકમપુરા ફળિયા, તાલુકો કુશલગઢ જિલ્લા બાસવાડા (રાજસ્થાન) તથા (૨) ગોલુંભાઈ જાતે ભુરીયા જેવો બંનેના પિતાના નામની ખબર નથી બંને રહે. સરવણ મોકમપુરા ફળિયા તાલુકો કુશલગઢ જિલ્લા બાસવાડા (રાજસ્થાન) નાઓના નો નંબર વગરની મોટરસાયકલ એન્જિન નંબર JC58એટ4219019 તથા ચેચીસ નંબર ME4JCAAGT219072 નો હતો અને સદર પકડેલ ઈસમે મોટરસાયકલ બાબતે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં અને ગલ્લા ગલ્લા કરતો હોય જેથી પકડાયેલ ઈસમ સંજયભાઈ દોલતભાઈ જાતે ડીંડોર ઉંમર વર્ષ 25 ધંધો ખેતી મજૂરી રહે કોઠારીયા તાલુકો કુશલગઢ જિલ્લા બાંસવાડા (રાજસ્થાન) નાઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં એક મોટરસાયકલ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા બીજી મોટરસાયકલ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેની ખાતરી તપાસ કરતા સરથાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૮૨૨૧૦૯૮ /૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા ગોડાદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૪૨૨૧૩૯૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવેલ છે. જે બંને મોટરસાયકલ ની કિંમત રૂપિયા 30,000 ગણી સી.આર.પી.સી. ક ૧૦૨ મુજબ કબજે લઈ પકડાયેલ ઈસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ ચોરીની બે મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડી ચોરીના બે અનડીટેક ગુનાઓ ડીટેક્ટ કરવામાં લીમખેડા પોલીસને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments