Special Crime Report – Rakesh Maheta Arvalli
અરવલ્લી જીલ્લાના મેઘરજના સ્મશાન પાસે અર્ધ બળેલી વિકૃત હાલતમાં મહિલાની લાશ પડેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હાહાકાર મચી ગયો હતો. સ્મશાન પાસે પડેલી આ મોઢાના અને નીચેના ભાગે થી બળેલી વિકૃત લાશ જોતા આસ પાસના લોકે તાત્કાલિક આ બાબતની જાન મેઘરજ પોલીસ ને કરી હતી.
આ માહિતી મળતાની સાથેજ મેઘરજ psi ઘટના સ્થળે સ્ટાફ સાથે આવી પહોચ્યા હતા અને ત્યાં આવી લાશ જોતા તેઓ એ લાશનું pm ઘટના સ્થળેજ કરવાનો નિર્ણય લીધો હતો અને સરકારી તબીબ ને ઘટના સ્થળે બોલાવી ત્યાજ સ્થળ ઉપર અર્ધ બળેલી લાશનું pm કરાવી ને લાશ ને દફન કરીદીધી હતી. પ્રથમ તબક્કે આ લાશ 22 થી 25 વર્ષ ની યુવતીની ની છે જેને પેહેરલ સદી લાશ ની બાજુમાં પડી હતી અને તેના મોઢા અને પેટના ભાગે થી અત્યંત ઘમ્ભીર રીતે બળી ગયેલ છે જેના કારણે લાશની ઓળખ થવી મુસ્કેલ છે.પરંતુ પોલીસે આ અંગેની ફીરીયાદ નોંધી આગળ ની છે.
પોલીસની સામે ઘણા બધા પ્રશ્નો ઉભા છે.
0) પેહલા તો આ યુતીવતી કોણ હતી અને કયાની હતી ?
1) જો આ આત્મહત્યા હોય તો અહી આવીને શું કરવા કરે ?
2) શું આ પરણિત હતી અને કે નહિ ?
3) શું આ યુવતી અભ્યાસ કરતી હતી ?
4) શું આ યુવતી ને કોઈની સાથે પ્રેમ સબંધ હતા ?
આવા અનેક એન્ગલો ને ધ્યાનમાં રાખી ને મેઘરજ પોલીસ આ ગુત્થી સુલ્જાવાની દિશામાં તપાસ કરે તો કોઈ સત્ય હકીકત બહાર આવી શકે છે. બાકી હાલ મેઘરજ ગામમાં આ ઘટના વિષે લોકોમાં અને જાતના તર્કવિતર્કો ચર્ચાઈ રહ્યા છે. ખરેખર જેનો કોઈ અર્થ નથી સાચી હકીકત તો ત્યારેજ ખબર પડશે જયારે આ યુવતીના ઘરવાળા તેને શોધતા આવશે અથવા તો પોલીસ તપાસ કરી ને ઉકેલશે.