15મી એપ્રિલ ભગવાન રામનો જન્મદિન એટલે રામનવમી તેના પગલે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતે વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિનીના કાર્યકરોમાં ખુબ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં ઓધારીમાંતાના મંદિર પાસે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તેના કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આ વખતે 15મી એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રીના નવમો દિન એટલે રામનવમી, આ દિવસે વિશ્વહિંદુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં બજરંગ દળ દ્વારા અખાડા, દુર્ગાવાહિની ની બહેનો દ્વાર શક્તિ પ્રદર્શન અને વનબંધુઓ તથા ક્ષત્રિયો પણ પોતાની કલાનું પ્રદર્શન કરશે. વિશ્વહિંદુ પરિષદ દ્વારા હિંદુ એકતા બતાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેની તડામાર તૈયારીના ભાગ રૂપે મોડાસા શહેરમાં મોટા મોટા હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે.
Byte – કિરીટભાઈ શાહ (મંત્રી, વિશ્વહિંદુ પરિષદ): આ શોભાયાત્રા મોડાસા શહેરના વી.એચ.પી. કાર્યાલયથી નીકળી શહેરના જુદા-જુદા રાજમાર્ગો પર ફરી મોડાસા ઉમિયા મંદિરે પુર્ણાહુતી કરશે ત્યારબાદ મંદિરે આવનાર ભાવી ભક્તોને રામ લલ્લાનો મહા પ્રસાદનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી.