Tuesday, March 19, 2024
Google search engine
HomeHeadlinesદાહોદ ખાતે શ્રેષ્ઠ કામ કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા...

દાહોદ ખાતે શ્રેષ્ઠ કામ કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod

મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ દાહોદ ખાતે યોજાયેલ મહિલા સશકિતકરણ અંતર્ગત મહિલા સંમેલન  જિલ્લા, ધટક તેમજ નગરપાલિકા કક્ષાએ  શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ અને સને ૨૦૧૫ – ૧૬નાવર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનો સન્માન સમારોહ. રાજય કક્ષાના મંત્રી, મત્સ્યોધોગ, વન અને પર્યાવરણ મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે દેશના સાચા નાગરિક તૈયાર કરવાનું કાર્ય છેવાડાના ગામડામાં પાયાનું કામ કરતી કર્મયોગી આગણવાડી બહેનો  તેડાગર બહેનોને ફાળે જાય છે જે પોતે ગામના બાળકોને પોતાનાગણી તેને આરોગ્ય, સંસ્કાર, શિક્ષણ આપવાનું પાયાનું મહત્વનું કાર્ય કરે છે.  દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી  તથા પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી બેન પટેલે આ મહત્વનું કાર્ય કરતી બહેનોને માતા યશોદા એવોર્ડ આપી તેને પ્રોત્સાહિત કરવાનું બીડુ ઝડપ્યુ છે. જેના થકી કુપોષણનો આંક ઘટતો જઇ રહયો છે. અન્ય બહેનોને પણ આ પ્રેરણારુપ્ સાબિત થશે. તેવી અપેક્ષા વ્યકત કરી હતી. સાથે દાહોદ જિલ્લામાં છેવાડાના ગ્રામિણ ક્ષેત્રોમાં આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી લોકોને તંદુરસ્તી પુરી પાડનાર આરોગ્યની ટીમે ૨૦૧૫ – ૧૬ ના વર્ષમાં ૨૨૯ ટકા આરોગ્યક્ષેત્રે સિધ્ધી હાંસલ કરી તે બદલ આરોગ્ય ટીમની કામગીરીને શ્રી ખાબડે બિરદાવી હતી.

વધુમાં બચુભાઈ ખાબડે જણાવ્યુ હતુંકે મહિલા સશકિત કરણ માટે રાજયમાં ૨૬૧૫ કરોડ તથા કુપોષણ નિવારવા માટે ૧૦૭૫ કરોડ બજેટમાં ફાળવાયા છે. ત્યારે ૧૨૩૬ જેટલા જિલ્લા ના કુપોષિત બાળકોની તંદુરસ્તી માટે સંવેદના સાથે ફરજો અદા કરવા તથા દરેક ઘરે શૌચાલય બને તે માટે જાગૃતિ અભિયાન દ્વારા કામગીરી પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

આ પ્રસંગે સાંસદ  જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે બાળકો અને માતાના આરોગ્યની ચિંતા કરીને તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧ના વર્ષથી  મહિલા અને બાળ  કલ્યાણ વિભાગની અલગ રચના કરી હતી. ભારત સરકાર દ્રારા સંસદમાં ૧ લાખ કરોડ કરતાં વધુ રકમનુ બજેટ મહિલા સશકિતકરણ અને બાળકોના આરોગ્ય માટે ફાળવાયુ છે ત્યારે આ પાયાનું કામ કરતી બહેનો ને માતા યશોદા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત દ્રારા યોજવામાં આવ્યો છે જે પ્રશંસનીય છે.

આ સાથે છેવાડાના ગરીબ વ્યકિતને આરોગ્યની સેવા આપી સંવેદના સભર  કામ કરનાર આરોગ્ય ટીમની કામગીરીને પણ જશવંતસિંહ ભાભોરે બિરદાવી હતી.

વધુમાં જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુકે રાજયમાં કુપોષણ નિવારણ માટે દુધસંજીવની યોજના રાજયના મુખ્યમંત્રીએ શરૂ કરી છે. અને તે માટે રૂા. ૬૧૧ કરોડ બજેટની ફાળવણી કરી  ૧૨ લાખ જેટલા કુપોષિત બાળકોના કુપોષણના નિવારણ માટે વપરાશે. મા અન્નપૂર્ણા યોજના હેઠળ નહિવત ભાવે ધઉ-ચોખાનુ વિતરણ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.આમ છેવાડાના લોકોના આરોગ્ય, પોષણ શિક્ષણ માટે કેન્દ્ર અને રાજય સરકાર સતત ચિંતિત છે

   આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલે જણાવ્યુ હતુંકે દાહોદ જિલ્લો સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે છેવાડાના ગ્રામિણ વિસ્તારમાં અજ્ઞાનતા, અંધશ્રધ્ધા વચ્ચે પણ પડકાર જનક અને સંઘર્ષ સાથે કામ કરતી આંગણવાડી બહેનો અને આરોગ્ય ના કર્મયોગીઓની  કામગીરીને બિરદાવવાનો પ્રેરક કાર્યક્રમ છે. ચાલુ વર્ષે રાજયમાં સૌ પ્રથમવાર નવદંપતિઓને કુપોષણમાંથી મુકત રહેવા જાતીય શિક્ષણની કિટસ નું વિતરણ  કરી એક નવતર અભિયાન શરુ કરવામાં આવ્યુ છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ને અનુક્રમે રૂા.૩૧૦૦૦/- અને રૂા.૨૧૦૦૦/- અને તાલુકા કક્ષાએ રૂા.૨૧૦૦૦/- અને રૂા.૧૧૦૦૦/- નું પ્રોત્સાહક ઇનામ, શાલ, પ્રમાણપત્ર. આરોગ્યક્ષેત્રે કુટુંબ કલ્યાણ, સંસ્થાકિય સુવાવડ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓને એવોર્ડ પ્રોત્સાહક ઇનામ તથા પ્રમાણપત્ર મંત્રી, સાંસદ તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતિ ચંદ્રિકાબેન બારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ભુરીયા, પ્રવાસન નિગમના ડીરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર ,મહિલા અગ્રણી શ્રીમતિ વિણાબેન પલાસ, પ્રાયોજના વહીવટદાર બી. ડી. નિનામા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઉપાધ્યાય અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, આગણવાડી કાર્યકરો તેડાગર બહેનો આરોગ્ય  કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

  આ પ્રસંગે સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. જે. પંડયાએ તથા આભાર વિધિ પ્રાગ્રામ ઓફીસર શ્રીમતિ સવિતાબેન ભાભોરે કરી હતી. સંકલિત બાળવિકાસ યોજનાની બહેનો દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરતાં કાર્યક્રમો તથા કુપોષણ નિવારણ અંગેના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જેને મહાનુભાવોએ બિરદાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments