આજે તા.૦૮/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા સરકારી યોજનાની લાભાર્થી બહેનો ના “સન્માન કાર્યક્રમ”નું આયોજન ભાજપ કાર્યાલય કામલમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોનું સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં અંગદાન એ જ મહાદાન વિષેની સમજણ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાભાઈ કિશોરી, જિલ્લા ઉપપ્રમુખ જલ્પાબેન માલ, જિલ્લા સંગઠનના મંત્રી નીલમબેન ડીંડોર, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ શીતલબેન વાઘેલા, સહ ઇન્ચાર્જ શ્રદ્ધાબેન ભડંગ તથા જિલ્લા બાળ સમિતિ ના ચેરમેન રંજનબેન રાજહંસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કનૈયાભાઈ કિશોરીજીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સૌ બહેનોને શુભેચ્છા પાઠવી હતી.