આજે તા.૦૨/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકા ચોક ખાતે રાત્રીના ૦૭:૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દાહોદ દ્વારા મોરબી ખાતે કેબલ બ્રિજ તૂટતા તેમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શાંતિ મળે તે માટે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. અને AHP ના સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે જેટલા પણ વ્યક્તિઓ આ હોનારતમાં મૃત્યુ પામેલ છે તેમની આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેઓના પરિવારજનો પર આવી પડેલ આ આઘાતજનક ઘટનામાંથી ઉગારવાની હિંમત આપે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં AHP જિલ્લા મહામંત્રી નન્નુભાઈ માવી, AHP જિલ્લા સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈ પંચાલ, કિશાન પરિષદનાં જિલ્લા પ્રમુખ નિલેશભાઈ નીનામા, RBD તાલુકા પ્રમુખ અશોકભાઈ આમલીયાર, RBD તાલુકા પ્રમુખ રાજુભાઈ નીનામા, દિનેશભાઈ પરમાર, AHP રાષ્ટ્રીય કરાટે કોચ વિનોદભાઈ ખપેડ તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.