Friday, January 31, 2025
Google search engine
HomeDahod - દાહોદઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગ્રાહક જાગૃતિ માટે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં...

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગ્રાહક જાગૃતિ માટે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગ્રાહક જાગૃતિ માટે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી જી.પી. ધાનકા હાઈસ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી સાબીરભાઈ શેખ અને કાઉન્સિલર દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર નવના શ્રીમતી ચંદ્રકાંતાબેન ધાનકા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા ગ્રામ્ય તાલુકા કક્ષાએ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે. ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી સાબીર શેખએ જણાવ્યું કે દાહોદ જિલ્લાના નાગરિકોને ગુણવત્તા લક્ષી ચીજ વસ્તુઓ મળી રહે તેમજ ગ્રાહક છેતરાય નહીં. ગ્રાહકો પોતાના અધિકારો અંગે જાગૃત થાય તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ કાર્ય કરે છે આ પ્રસંગ જી.પી. ધાનકા હાઈસ્કુલના એન.એસ.એસ યુનિટ તથા ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા એક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી જેમાં ગ્રાહકો ને લગતા વિવિધ પોસ્ટરો હોર્ડિંગ તથા પેમ્પલેટ સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં જી.પી. ધાનકા હાઈસ્કુલ ના આચાર્ય એ.બી. હાડા NSS યુનિટના પ્રોગ્રામ ઓફીસર બી.આર. ડોડીયાર, દેવેન્દ્રભાઈ પરમાર ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યાલય મંત્રી લક્ષ્મણભાઈ ભાટીયા તથા વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો રેલીમાં જોડાયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments