Tuesday, August 4, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયું કાર્યકર્તા સંમેલન

દાહોદ ખાતે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયું કાર્યકર્તા સંમેલન

THIS NEWS IS SPONSORED BY-– RAHUL HONDA 

દાહોદ શહેરના છાપરી ગામે આવેલ એક ખાનગી પાર્ટી ખાતે આજે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન. સ્વાગત પ્રવચન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યું હતું અને ત્યારબાદ દાહોદના સાંસદ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું બંડી, ભોર્યું પહેરાવી અને તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું. પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા પોતે સ્વાગતમા બુકેની જગ્યાએ બુક સ્વીકારે છે અને જે જિલ્લામાં જેટલી બુકથી સ્વાગત થાય તે બુક જિલ્લાના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપી દે છે.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દાહોદની ધરા ઉપર પ્રથમ વખત આવ્યા હતા અને કાર્યકર્તા સંમેલને સંબોધન કર્યું હતું. તેઓએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર અને વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં આપણે  બધાએ સંગઠનને મજબૂત બનાવવાનું છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવી આપણે મોદીજી ને મજબૂત કરવાનાં છે અને રાષ્ટ્ર માટે મત આપવાનો છે આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 page not found 1