THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
કેન્દ્રની મોદી સરકાર દ્વારા “આત્મનિર્ભર ભારત” અંતર્ગત આશરે વીસ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે. આ સંદર્ભે દાહોદ APMC માં એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવેલ જેને લઇ દાહોદના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ એ જણાવ્યું હતું કે આ કોરોના જેવી મહામારીના સમયમાં પોલીસ, પ્રસાશન અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓએ તો કામ કર્યું જ છે અને બિરદાવા યોગ્ય છે સાથે સાથે મીડિયાએ પણ દાહોદ જિલ્લામાં જે કાર્ય કર્યું છે તે પણ બિરદાવા યોગ્ય છે કારણકે મીડિયાએ પણ જીવની પરવા કર્યા વગર કામ કર્યું છે તે બદલ રાજ્ય સરકાર વતી તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
જ્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઇ ગ્રામીણ અર્થ વ્યવસ્થા મજબૂત કરવા માટે વિવિધ નિર્ણયો લીધા છે. જેવા કે પી.એમ કિસાન, સસ્તા દરે કૃષિ લોન, લોન ચૂકતે કરવાની અવધિમાં વધારો અને સાથે સાથે વિવિધ લોનની સહાયના ભાગ રૂપે આત્મનિર્ભર ભારત માટે ₹. ૨૦ લાખ કરોડ ની ફાળવણી કારવામાં આવી છે અને જેમાં કોઈ પણ ગેરંટર વગર 1 લાખ રૂપિયા ની મર્યાદામાં લોન આપવામાં આવશે. આમ કપરા સમયમાં પણ વિવિધ સહાયક યોજનાઓ થકી મોદી સરકાર દેશના શ્રમિક, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદ કરી છે અને આગળ પણ કરશે તેવું જણાવ્યું હતું.