માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યાના સંદર્ભમાં ઉજવણી અંતર્ગત ICDS દ્વારા આજે તા.૧૨/૦૭/૨૦૨૩ ને બુધવારના રોજ દાહોદ શહેરના દાહોદ ઘટક – ૧ – ૨ સેજા કક્ષાના આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 અંતર્ગત સેજા કક્ષાએ મિલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, જિલ્લા ઉપપ્રમુખ મોનાલીસા સિસોદિયા, સીમાબેન તવંર તથા નિર્ણયાક તરીકે હાજર રહેલ CDPO, સુપરવાઈઝર અને આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વિસ્તાર ના લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેલ. કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ જુવાર, બાજરી, કોદરી અને રાગી માંથી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી. તે વાનગીઓ માંથી શ્રેષ્ઠ ત્રણ વાનગીઓ પધારેલ મહેમાન દ્વારા એક થી ત્રણ નંબર જાહેર કરવામાં આવેલ. જેઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન માટે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યું.
આપણા યશસ્વી વડાપ્રધાનનો પ્રભાવ ફરી એક વખત ઝળક્યો UN એ વર્ષ 2023 ને વિશ્વ મીલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું
RELATED ARTICLES