ભારત સરકાર દ્વારા દેશમાં સાંપ્રદાયિક સદભાવનાનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુ થી તા. ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન સપ્તાહની ઉજવણી અંગે આહ્વાન કરવામા આવેલ. જેનાં અનુસંધાને આજ રોજ દાહોદ ચિલ્ડ્રન હોમ ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ.બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેને નરેન્દ્ર સોની દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ વિશે વકતવ્ય કરેલ. સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા દ્વારા તેઓના વકતવ્યમાં જણાવેલ કે આજનાં ડિજીટલ યુગમાં સમાજનાં તમામ સંપ્રદાયના નાગરિકોમાં એકતા અને અખંડિતતાની જરૂરિયાત છે. બાળ કલ્યાણ સમિતિનાં સભ્ય લાલાભાઈ મકવાણા દ્વારા કટોકટીનાં સમયની પરિસ્થિતિને યાદ કરી વક્તવ્ય કરેલ તેમજ લાલાભાઈ સુવર દ્વારા બાળકોનાં હિતમાં યથાશક્તિ ફાળો આપવા અપીલ કરવામાં આવેલ. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવિયાડ દ્વારા ૧૮ વર્ષ થી ઓછી ઉંમરનાં કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને આપણે કેવી રીતે મદદ રૂપ થઈ શકીએ અને પોતાનું યોગદાન આપી શકીએ તેવું જણાવેલ. કાર્યક્ર્મમાં લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ.જી. કુરેશી ઊપસ્થિત રહ્યા હતાં. કાર્યક્ર્મની આભાર વિધિ ચિલ્ડ્રન હોમનાં અધિક્ષક રાકેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્ર્મને સફળ બનાવવા માટે ચિલ્ડ્રન હોમનાં સ્ટાફ મિત્રો એ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ.
આફતોનો ભોગ બનેલા બાળકો માટે સામાજિક સદભાવના હોવી જરૂરી છે : નરેન્દ્ર સોની, પ્રમુખ બાળ કલ્યાણ સમિતિ, દાહોદ
RELATED ARTICLES


