Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદઆમ આદમી પાર્ટી મધ્ય ગુજરાત સંયોજક અર્જુન ભાઈ રાઠવાની અધ્યક્ષતામા દાહોદ જીલ્લાનાં...

આમ આદમી પાર્ટી મધ્ય ગુજરાત સંયોજક અર્જુન ભાઈ રાઠવાની અધ્યક્ષતામા દાહોદ જીલ્લાનાં તમામ હોદ્દેદારો સાથે મિટિંગ નું આયોજન થયુ

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD

આમ આદમી પાર્ટી મધ્ય ગુજરાત સંયોજક અર્જુન ભાઈ રાઠવા ની અધ્યક્ષતામા આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ જીલ્લાનાં તમામ હોદ્દેદારો સાથે મિટિંગ નું આયોજન થયુ .
જેમા દિલ્લીની મટીયાલા વિધાનસભાનાં ધારાસભ્ય અને આપ ગુજરાતનાં પ્રભારી ગુલાબ સિંગ યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.navi 2images(2)

જેમા ગુજરાત પ્રભારી એ જણાવ્યું હતુ કે 16 ઓક્ટોબર 2016નાં રોજ દિલ્લીનાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની સભા યોગી ચોક વરાછા સુરતમા યોજાનાર છે તેમાં લગભગ 2 લાખ થી વધું સમર્થકો હજાર રહેવાની સંભાવના છે
16 ઓક્ટોબરની સભાથી આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની જબરજસ્ત શરૂઆત કરશે.અને ગુજરાતમા આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થસે.
થોડા દીવસ અગાઉ આપણા દેશ નાં પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીની એક જાહેર સભાનું  લીમખેડા ખાતે આયોજન થયુ હતુ .પણ સભા પેહલા જે રીતે તંત્ર દ્રારા આપ લીમખેડા વિધાનસભા નાં પ્રમુખની અટકાયત કરવામાં આવિ હતી એ ખુબજ શરમ જનક અને અલોકતાંત્રિક ઘટના હતી આમ આદમી પાર્ટી આ ઘટના ને સખત શબ્દોમા વખોડે  છે.
દાહોદ લોકસભા અંતર્ગત આવતી તમામ 7 વિધાનસભા મા બુથ લેવલ અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત લેવલ સુધી નું કાર્ય લગભગ પુર્ણ થઇ ગયેલ છે.જે મજબૂતાઈ અને ધીમી પણ મક્કમ ગતિ થી આમ આદમી પાર્ટી દાહોદ જીલ્લામા આગળ વધી રહી છે. તેં જોતાં 2017 વિધાનસભામા આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments