HIMANSHU PARMAR DAHOD
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસન કે જે દિલ્હી થી ચાલે છે અને તેનું યુનાઇટેડ નેશન , યુનિસ્કો, અને ઇન્ટરનેશનલ બાર એસોસિએશન સાથે 118 દેશોમાં ફેલાયીલી આ સંસ્થાના ગુજરાતના ચેરપરસન ઘ્વારા ,દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસનના ચેરમેન ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના સેક્રેટરી નીલકંઠ ઠાકર તેમજ દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના મેનેજીંગ ચેરમેન અને માનદ મંત્રી યુસુફી કાપડિયા ની હાજરીમાં આજે બપોરે 12.00 વાગે દાહોદ જિલ્લા ની કરવામાં આવી હતી.
જેમાં દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે નેહલ નરેન્દ્રભાઈ શાહ , ઉપપ્રમુખ પ્રેમશંકર વાસુદેવભાઇ કડિયા , મહામંત્રી વી.એમ.પરમાર , સેક્રેટરી ભાવિન સરૈયા , સહમંત્રી કિરણસિંહ ચાવડા, ખજાનચી કાનજીભાઈ કે. રાવત, મીડિયા સેલ હિમાંશુ અશ્વિનચંદ્ર પરમાર, કુંતલ ભટ્ટ , કારોબારી સભ્યો ઝુઝાર બોરીવાલા ,આમિર કાપડિયા , શૈલેષ માંખોડીયા , ભારત કડિયા ,જયંતીભાઈ સોલંકી તથા નાયક જયેશ ની નિમુખ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ઓરગેનાઇઝેસન નો હેતુ એના નામ થી ખબર પડી જાય છે અને તે માનવીના હિતો અને નાતી જ્ઞાતિ થી ઉપર ઉઠીને સક્રિય રીતે સમાજમાં થતા ખોટા અત્યાચારો અને અન્યાય સામે લાડવામાં અને ન્યાય અપાવવા માટે આ સંસ્થા મદદ રૂપ થશે. અને દાહોદ જિલ્લામાં છેવાડાના માનવી ને થતા અન્યાયો થી મુક્ત કરી ન્યાય અપાવવામાં મદદ રૂપ થશે.આ અંગેની માહિતી દાહોદ બ્લાઇન્ડ વેલ્ફર ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.