ન્યુ ગુજરાત પેટર્ન પ્રાયોજના અંતર્ગત આઈ.ટી.આઈ. દાહોદ ખાતે ટૂંકા ગાળાની વિના મુલ્યે તાલીમ આપવા બાબતનું આયોજન છે. જેમાં દાહોદ જિલ્લાના આદિજાતિના ઈચ્છુક લાભાર્થીઓએ નીચે જણાવેલ કોર્ષમાં તાલીમ મેળવવા પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. દાહોદ ખાતેની પ્લેસમેન્ટ શાખામાંથી મેળવી પ્રવેશ ફોર્મ ભરી અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં આપવાનું રહેશે.
દાહોદ જિલ્લાના આદિજાતિના ઈચ્છુક લાભાર્થીઓએ વિવિધ કોર્ષ જેવા કે, Assistant Plumber-General, Welder & Fabricator, General Assistant-Furniture and Fittings Installation, Tailoring (Basic Sawing Operator), House Wiring, C.C.TV Installation Technician, Bridal Makeup Artist, Assistant Technician -Computer Hardware, Digital Camera Photographer, Videography જેવા કોર્ષમાં તાલીમ મેળવવા પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. દાહોદ ખાતેની પ્લેસમેન્ટ શાખા માંથી મેળવી પ્રવેશ ફોર્મ ભરી પરત આપવાની અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે.
સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ ફોર્મ (વિનામુલ્યે) મેળવી સમય મર્યાદામાં જરૂરી પ્રમાણપત્ર સાથે જમા કરાવવાના રહેશે. પ્રવેશ મેરીટ અને જેતે કોર્ષની અગ્રતાના આધારે આપવામાં આવશે.તાલીમ પૂર્ણ થયેથી રોજગાર કીટ મળવા પાત્ર રહેશે. (નોંધ: સદર જાહેરાત રદ કરવાનો સંપૂર્ણ અબાધિત અધિકાર આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદનો રહેશે.) એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા,દાહોદના આચાર્ય દ્વારા જણાવાયું છે.