પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તરફથી નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા સુચનાઓ આપેલ હોય જેના અનુસંધાને S.O.G.શાખાના પો.ઇન્સ. એસ.જે.રાણાનાઓના માર્ગદર્શન હેઠળ P.S.I. એમ.એમ. માળી S.O.G. શાખાના કર્મચારીઓ સાથે આ દિશામાં કાર્યરત હતા. તે દરમ્યાન અ.હે.કો. દિવાનભાઇ જામસિંગભાઇ S.O.G. શાખા દાહોદનાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના ખાપરીયા ગામના કાછલા ફળીયામાં રહેતા પનિયાભાઇ રતનાભાઇ જાતે અમલીયાર વાળાએ પોતાના વાડામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.
જેથી બાતમી હકિકતની ખરાઇ કરી રેઇડ કરવા વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ S.O.G. ના કર્મચારીઓ તથા પંચો સાથે રેઇડ કરતાં બાતમી હકીકતવાળો ઇસમ “પનિયાભાઇ રતનાભાઇ જાતે અમલીયાર રહે.ખાપરીયા, કાછલા ફળીયા તા.જી.દાહોદ” નો હાજર મળી આવતાં તેને સાથે રાખી તેના વાડાની ઝડતી કરતાં તેના વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ મળી આવેલ જેથી એફ.એસ.એલ. અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા છોડનું પરિક્ષણ કરતાં તે છોડ ગાંજાના છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ. જેથી તે લીલા ગાંજાના છોડ નંગ – ૨૦ (વીસ) કુલ વજન ૧૯.૫૧૦ કિલો ગ્રામની કુલ કિ.રૂ. ૯,૭૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સદરહું ઇસમને ધોરણસર અટક કરી તેના વિરુધ્ધ કતવારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


