Editorial Desk – Dahod
કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દાહોદ દ્વારા એક દિવસીય ખેડુત પાઠશાલા-વ-કૃષિ પ્રદર્શનનું આયોજન તારીખ ૧૧/૦૪/૨૦૧૬ના રોજ સવારે ૯-૦૦ કલાકે મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે રાખેલ, જેનુ ઉદઘાટન બચુભાઈ ખાબડ, માન. મંત્રી મત્સ્યોધોગ, વન અને પર્યાવરણ (રા.ક.) તેમજ અધ્યક્ષ જસવંતસિહ ભાભોર, માન. સંસદ સભ્ય દાહોદ તથા અતિથી વિશેષ એસ. એ. પટેલ, (IAS) જીલ્લા વિકાસ અધિકારી દાહોદ તથા ડો. વી. આર. બોઘરા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ તેમજ માન. ધારાસભ્ય (ગરબાડા), શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા, માન. ધારાસભ્ય (ફતેપુરા), રમેશભાઇ કટારા, ચેરમેન ખેતીવાડી ઉત્પન બજાર સમિતી દાહોદ કૈનેયાલાલ કિશોરી, તથા અન્ય આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ તેમજ ખેતીવાડી ખાતાના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મનું ઉદઘાટ્ન કરવામાં આવેલ.
પ્રસંગને અનુરૂપ ઉદઘાટકશ્રી અને અધ્યક્ષએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિષે ખેડૂતોને સમજ આપતા જણાવેલ કે આ વીમા યોજનાથી ખેડૂતોને પોતાના વાવેતર કરેલ પાકોમાં કુદરતી આપદાઓના સમયે પાક નિષ્ફળ જાય તો તે પાકની થયેલ નુકશાનીનું ઓછા પ્રિમીયમે વધારે વળતર મળશે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ.
ત્યારબાદ મહેમાનોની ઉપસ્થિતિમાં જુદાજુદા વિભાગો દ્રારા ગોઠવવામાં આવેલ સ્ટોલ ખુલ્લા મુકવામાં આવેલ, જેમાં આ યોજના વિષે માહિતી મેળવવા હેતુસર આશરે ૯૦૦ જેટલા ખેડૂતો હાજર રહેલ.