કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ ની વિવિધ યોજનાઓ અને અવિરત વિકાસ અંગેની માહિતી આજે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી
સંકલ્પથી સિધ્ધિના 11 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને આગલ વધારી રહ્યા છે. તેમજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મુકી જન – જન સુધી યોજનાઓનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ ફલક પર આરૂઢ કરી રહ્યા છે, ત્યારે સફળ નેતૃત્વના 11 વર્ષના સરવૈયાની પ્રદર્શની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસવાર્તાનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જયારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની 11 વર્ષમાં વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ જેવી કે 150.73 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, 20 કરોડના ખર્ચે દાહોદ થી મધ્યપ્રદેશને જોડતો પુલ ટાંડા – ભવાની, 42 કરોડના ખર્ચે દાહોદ પરેલ L.C ગેટ નંબર 44 પર ઓવરબ્રિજ, 1200 કરોડના ખર્ચે કડાણા થી ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના, 800 કરોડના ખર્ચે હાફેશ્વર થી પીવાના પાણીની યોજના, 52 કરોડના ખર્ચે દાહોદ શહેરમાં પાઇપલાઇન થી ઘરે ઘરે ગેસ આપવાની યોજના, સંકલ્પથી સિદ્ધિ તરફ માં ઉજ્વલા યોજના હેઠળ 10 કરોડથી વધુ રસોડા ધુમાડા મુક્ત થયા, ઉડાન યોજના અંતર્ગત 160 થી વધુ એરપોર્ટ, 23 AIIMS, 1,92,496 મેડિકલ બેઠકો, 23 IITs, 21 IIMs તથા 1,213 વિશ્વ વિદ્યાલય, 11 વર્ષ પહેલાના સમયગાળામાં ગરીબો માટે કોઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા ન હતી જ્યારે હાલમાં આયુષ્યમાન ભારત અંતર્ગત અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ લોકોને મળી મફત સારવાર, ભારતીય બંધારણની કલમ 370 અને 35A ને સમાપ્ત કરવામાં આવી, 2014 થી રક્ષા નીતિમાં 34 ગણો વધારો કરાયો, 11 વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્રનું રોકાણ હતું અને શ્રીરામ મંદિર સપનુંજ હતું જ્યારે હાલમાં PRASHAD યોજના થી રૂપિયા 1900 કરોડનાં રોકાણ દ્વારા શ્રીરામ મંદિરનું ભવ્ય નિર્માણ કરી સાંસ્કૃતિક ગૌરવ પુનર્જીવિત કર્યું, 111 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યા, આ તમામ યોજનાઓ અંગેની માહિતી આપતાં કટઆઉટ પ્રદર્શનીમા લગાવવામાં આવ્યા હતા.
આ પ્રોફેશનલ મીટમાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરનું સ્વાગત દાહોદના અગ્રણી અને સિનિયર વકીલ જયેન્દ્રભાઈ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશભાઈ પટેલનું સ્વાગત ડો. કે.આર. ડામોર દ્વારા કરવામાં આવ્યું, જિલ્લા પ્રમુખ સ્નેલભાઈ ધરિયાનું સ્વાગત ભરતભાઈ અગ્રવાલ દ્વારા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનું સ્વાગત હુનેદભાઈ ભગત દ્વારા કરવામાં આવ્યુ, પ્રદેશ મંત્રી કૈલાશબેન પરમારનું સ્વાગત નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ દ્વારા કરવામાં આવ્યું તથા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈનું સ્વાગત ભાજપ મીડિયા સેલ જિલ્લાના સહ કન્વીનર નેહલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું, તથા સુધીરભાઈ લાલપુરવાલાનું સ્વાગત ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટનું સફળ આયોજન અને સંચાલન જિલ્લાના સંયોજક મુકેશભાઈ લબાના દ્વારા કરવામાં આવ્યું, તથા આ મીટ માં વકીલ, CA, ઈજનેર, વેપારીઓ, ઉદ્યોગપતીઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા