Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદકેન્દ્રીય વિદ્યાલય દાહોદ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડાની અધ્યક્ષતામાં "વાર્ષિક ખેલ મહોત્સવ"...

કેન્દ્રીય વિદ્યાલય દાહોદ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડાની અધ્યક્ષતામાં “વાર્ષિક ખેલ મહોત્સવ” ઉજવાયો

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની 60 માં ફાઉન્ડેશન ડે ની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી અને તેના બીજા દિવસે “વાર્ષિક ખેલ મહોત્સવ” પણ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો.

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભીની અધ્યક્ષતામાં વાર્ષિક ખેલ મહોત્સવની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટિકાના નાના ભૂલકાઓ થી માંડી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર આ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો. શાળામાં કુલ ચાર સદન રાખવામાં આવ્યા છે જેમાં ધોરણ એક થી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ પ્રત્યેક સદનમાં સરખે ભાગે વહેંચાયેલા છે. આ ચાર સદનમાં પ્રથમ ક્રમાંક મેળવનાર શિવાજી સદન ના વિદ્યાર્થીઓ ઉત્કૃત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. દ્વિતીય ક્રમાંક પર અશોકા સદન ના વિદ્યાર્થીઓ રહ્યા હતા તૃતીય ક્રમાંક ઉપર  ટેગોર સદન ના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. વાર્ષિક ખેલ મહોત્સવમાં બાલવાટિકા ના બાળકો માટે જલેબી રેસ કરવામાં આવી હતી, ધો. 1, 2 ના વિદ્યાર્થીઓ લીંબુ ચમચી રેસ તથા ધો. 3, 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે 50 મી દોડ ની સ્પર્ધા રાખવામાં આવી હતી. જ્યારે Under 14 ane Under – 17 ma 100 મીટર દોડ તથા 100 x 4  રીલે દોડ કરવામાં આવી હતી.આ વાર્ષિક ખેલ મહોત્સવમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ દિવસને યાદગાર બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સુરેશભાઈ મેડાએ બાળકોને ઉત્સાહ વધારવા પ્રેરણાદાયક વક્તવ્ય કર્યું હતું ત્યારબાદ જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ ડાભીએ પણ બાળકોને શાળામાં અભ્યાસની સાથે સાથે રમત-ગમત પર પણ ધ્યાન આપવું જોઈએ તેવું જણાવ્યું હતું. કેન્દ્ર વિદ્યાલયના વાર્ષિક ખેલ મહોત્સવમાં શાળાના આચાર્ય એનોષ સેમસન સર, અર્ચના શર્મા મેડમ સત્યેન્દ્ર કુમરાવત સર, બી.એસ. પ્રણામી સર, અમિત સર, કિરણ સર, રામશરણ શેઠી સર, સ્પોર્ટ્સ કોચ કેયુર પરમાર તથા પ્રાઇમરી સ્ટાફ વંદના મેડમ, વર્ષા મેડમ, ખુશ્બુ મેડમ તથા તમામ શિક્ષકો મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી.

વધુમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થતા શાળાના આચાર્ય એનોષ સેમસન સર દ્વારા આ સમગ્ર ખેલ મહોત્સવમાં જેમને જજ (નિર્ણાયકો) ની અહમ ભૂમિકા નિભાવી હતી તેવા ધરમવીરસિંહ મીના (વાલી માંડલના સભ્ય), ડો. અલ્કા ભાર્ગવ મેડમ (સમાજ સેવિકા) તથા પૂર્વા જૈન મેડમ નો પણ આભાર માન્યો હતો. તથા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આવેલ દરેક વિદ્યાર્થીઓના વાલી મિત્રોનો પણ આભાર માન્યો હતો. અને કહ્યું હતું તે દરેક વિદ્યાર્થીઓને ભણતર ની સાથે સાથે રમત ગમત પણ રમવી જોઈએ અને દરેક વિદ્યાર્થીઓએ ખેલ ભાવના સાથે દરેક રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments