દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં આજે તા.૧૨/૦૭/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિદ્યાર્થી પરિષદના અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ, ગૃહના આગેવાનો અને ચાર ગૃહોના વર્ગ પ્રતિનિધિઓનું કાર્યક્રમના મુખ્ય મહેમાન વિદ્યાલયના આચાર્ય એનોષ સેમસન દ્વારા બેજ અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. શાળાના ધોરણ – ૧૨ ના વિદ્યાર્થી અજય ભાટી અને વિદ્યાર્થિની મેધા રાઠોડ શાળાના કેપ્ટન તરીકે ચૂંટાયા હતા. તથા પ્રાયમરી વિભાગમાં માસ્ટર મોહમ્મદઅલી અને કુ. મિષ્ટી કેપ્ટન તરીકે ચુંટાયા હતા. કુ મેધા રાઠોડએ વિદ્યાર્થી પરિષદને શપથ લેવડાવ્યા હતા.
ત્યારબાદ શાળાના આચાર્ય એનોશ સેમસને પોતાના સંબોધનમાં વિદ્યાલયના ચૂંટાયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અને શાળાના નિયમોનું પાલન કરીને શાળાની પ્રગતિમાં સહયોગ આપવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી શાળાના આચાર્ય એનોષ સેમસનના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ શિક્ષક કુ. પ્રિયા વર્મા અને રમત ગમત પ્રશિક્ષક શ્રી કેયુરકુમાર પરમાર દ્વારા કરવામાં આવી હતી. જેનું સફળ સંચાલન કુ સીમા અને કુ. શીતલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને શ્રીમતિ અર્ચના શર્મા મેડમ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થી પરિષદના તમામ સભ્યોને અલ્પાહાર કરાવી અભિનંદન પાઠવ્યા હતા.