Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોના વાયરસને પગલે દાહોદ જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ

કોરોના વાયરસને પગલે દાહોદ જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ

કોરોના વાયરસને પગલે દાહોદ જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ : કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૪૪ હેઠળ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં આગામી તા. ૩૧ સુધી ચારથી વધુ માણસોના એકત્ર થવા સહિતની બાબતો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
આ જાહેરનામ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી બાબતો જોઇએ તો જિલ્લામાં જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહી અને હેરાફેરી કરવી નહી. જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ, રેલી અને જાહેર મેળાઓનું આયોજન કરવું નહી અને મુલત્વી રાખવા, થિયેટરો, નાટ્ય ગૃહ, સ્નાનાગર બંઘ રાખવા, બસ અને રેલ્વે સ્ટેશન વિસ્તાર, ખાણીપીણીના કેન્દ્રોમાં ગંદકી ફેલાવી નહી અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સેનિટાઇઝેશન તથા હાઇઝીન કરી પૂરતી તકેદારી રાખવી. જાહેર સ્થળોએ થુંકવુ નહી કે ગંદકી ફેલાવી નહી, કોરોના વાયરસ અંગે અફવા ફેલાવી નહી. કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલા વ્યક્તિ અંગે સત્વરે નજીકની સરકારી હોસ્પિટલ, સ્થાનિક ગ્રામ સ્વરાજની સંસ્થા ખાતે ફરજિયાત જાણ કરવી. હેલ્પલાઇન નંબર ૧૦૪ અથવા ૦૨૬૭૩-૨૩૯૨૭૭ ઉપર જાણ કરવી. આરોગ્યલક્ષી કામગીરી કરનારા કર્મચારી-અધિકારીઓને સહકાર આપવાનો રહેશે અને માંગ્યા મુજબની માહિતી આપવાન રહેશે. તે ના કરાનારી વ્યક્તિ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાના ભંગ થાય તો પોલીસ કોન્સ્ટેબલથી માંડી નાયબ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામાનું ઉલ્લંઘન સજાને પાત્ર ગુનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments