Monday, September 15, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોના સંકટમાં ગુજરાતની પ્રજા પર વરસી પડી રાજ્ય અને કેન્દ્ર સરકાર :...

કોરોના સંકટમાં ગુજરાતની પ્રજા પર વરસી પડી રાજ્ય અને કેન્દ્ર સરકાર : કુલ ₹.6,210 કરોડની રાહતો અને સહાય

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
રાજ્યના ખેડૂતો ગરીબ, વંછિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપ માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને તકલીફ ન પડે, એ માટે CM રૂપાણી અને PM મોદી પ્રતિબદ્ધ.

ગુજરાતના 48 લાખ ખેડુત લાભાર્થીઓને લાભ કુલ ₹.956.28 કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે, દરેક વર્ગને લાભ.

કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં ગુજરાતના નાગરિકો-જનતા જનાર્દનની પડખે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી સહાયરૂપ થઇ છે. આ હેતુસર ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલા છે રાજ્યના ખેડૂતો ગરીબ, વંછિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની સ્થિતીમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે રૂ. ૩૯પ૦ કરોડના સહાય-લાભ મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના નાગરિકો, -પ્રજાજનોની આ વિકટ સ્થિતીમાં સહાયરૂપ થવાની સંવેદના સાથે રૂ. રરપ૯ કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે.

કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગુજરાતને ₹.3,950 કરોડના જે લાભ-સહાય મળવાના છે. તેમાં પી.એમ. કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડુતોને ₹.2000 નો પ્રથમ હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ આઠવાડિયા થી ચુકવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગુજરાતના 47,81,426 ખેડુત લાભાર્થીઓને લાભ કુલ ₹.956.28 કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે. જાહેર વિતરણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ વધારાનું ૫ કિલો અનાજ અને પરિવાર દીઠ એક કિલો કઠોળ ત્રણ મહિના માટે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. રાશન કાર્ડ ધારકને આપવામાં આવતું દર મહિનાના કોટા ઉપરાંતનું આ અનાજ રહેશે. જે અંતર્ગત ગુજરાતના 68 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે. જે માટે આશરે ₹.1,182 કરોડના ખર્ચનો અંદાજ છે. વૃદ્ધ, ગંગા સ્વરૂપા માતા-બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને બે તબક્કામાં ₹.1000/- ની રકમ આગામી ત્રણ મહિનામાં એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે અંતર્ગત કેન્‍દ્ર સરકારની યોજનાનો લાભ લેતા 5.80 લાખ વૃદ્ધ લાભાર્થીઓ 10,700 દિવ્યાંગ લાભાર્થીઓ અને 97,437 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થીઓને લાભ મળશે. આ અન્વયે કુલ ₹.78.44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. જન-ધન બેન્‍ક ખાતું ધરાવનાર મહિલાઓને દર મહિને ₹.500 ની રકમ આગામી ત્રણ મહિનામાટે એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જન ધન ખાતું ધરાવતી ગુજરાતની 74 લાખ મહિલા લાભાર્થીઓને કુલ ₹.1,110 કરોડનો લાભ મળવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1