SPECIAL REPORT BY – PRIYANK CHAUHAN GARBADA
દાહોદ જિલ્લામાંછેલ્લા કેટલાક દિવસથી BSNL દ્વારા આપવામા આવતી લેન્ડલાઇન સેવામાં મોટા ભાગના ટેલિફોન બિલકુલ ઠપ્પ છે તેમજ મોબાઇલ સેવા પણ વારંવાર બંધ ચાલુ થયા કરે છે. ટેલિફોન લાઇન બંધ હોવાના કારણે તેમજ મોબાઇલ સેવા પણ વારંવાર બંધ ચાલુ થતી હોવાને કારણે ધંધાદારી લોકોનાં તેમના ધંધામાં માઠી અસર પહોંચે છે. લેન્ડલાઇન, બ્રોડબૈંડ તેમજ મોબાઈલ સેવા વારંવાર ખોરવાઈ જવાના કારણે તમામ ગ્રાહકો પરેશાન બન્યા છેતેમજ સરકારી કચેરીઓમાં પણ તેમના ટેલીફોનિક માધ્યમ દ્વારા થતાં રોજિંદા કામોમાં પણ તેની અસર પહોંચે છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બ્રોડબૈંડ વારંવાર બંધ ચાલુ થયા કરે છે અને જ્યારે ઇન્ટરનેટ ચાલુ હોય છે ત્યારે ઇન્ટરનેટમાં સ્પીડ પણ મળતી નથી અને નેટ બિલકુલ ધીમું ચાલે છેજેના કારણે લોકોના નાણાકીય તેમજ બેંકિંગ વ્યવહારને પણ અસર થાય છે અને લોકોના ઓનલાઇન મારફતે થતાં જરૂરી કામોમાં પણ વિલંબ થાય છે.
આ બાબતે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી અને વારંવાર ફરિયાદ કરતાં તેઓ દાહોદ સાહેબ સાથે વાત કરો તેમ જણાવે છે. જ્યારે ઉપલી કક્ષાએ રજૂઆત કરતાં અધિકારીઓ પણ ઉડાઉ જવાબ આપે છે અને અનેક જાતના ટેકનિકલ બહાના બતાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.
ખાનગી કંપનીવાળા ગ્રાહકોને આકર્ષવા માટે તેમની સેવાઓમાં દિનપ્રતિદિન સુધારો-વધારો કરતાં હોય છે ત્યારે BSNLનું આટલું મોટું વિશાળ નેટવર્ક હોવા છતાં તેમની સેવાઓ દિનપ્રતિદિન કથળતી જાય છે.