Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાનાં નવાફળીયા ગામે ૫૫ વર્ષીય આઘેડને ગામનાજ એક ઇસમે એકદમ ઉશ્કેરાઈ જઇ પત્થર જેવો બોથડ પદાર્થ છાતીના ભાગે મારી મોતને ઘાટ ઉતરતા ગરબાડા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવ બાબતે રામુભાઈ ગોપાળભાઇ મોરીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાનાં નવાફળીયા ગામે ગત તારીખ.૨૭/૦૪/૨૦૧૬ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના સુમારે નવાફળીયા ગામના હોળી ફળિયામાં રહેતા પંચાવન વર્ષીય ભીમાભાઈ પરથીભાઈ મોરી તેનાજ ગામના અને ફળિયામાં રહેતા રામુભાઇ નાનાભાઇ મોરીને બૂકણીઓ કરી માં-બેન સમાણી ગાળો બોલતા હોય જેથી રામુભાઈ નાનાભાઇ મોરી એકદમ ઉશ્કેરાઈ જઈ કોઈ બોથડ પદાર્થ ભીમાભાઈ પરથીભાઈ મોરીને છાતીના તથા શરીરના ભાગે મારી ભીમાભાઇનું મોત નિપજાવેલ છે.
આ બનાવની ગરબાડા પોલીસને આજરોજ તારીખ.૨૮/૦૪/૨૦૧૬ ના રોજ જાણ થતાં ગરબાડા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરેલ હતી અને આ બનાવ બાબતે રામુભાઈ ગોપાલભાઈ મોરીએ આજરોજ તારીખ.૨૮/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં રામુભાઇ નાનાભાઇ મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે રામુભાઈ ગોપાળભાઇ મોરીની ફરિયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૬/૧૬ ઇ.પી.કો.કલમ. ૩૦૨ મુજબ રામુભાઇ નાનાભાઇ મોરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.