Priyank Chauhan Garbada
ગરબાડાના ત્રણ વેપારીઓ સામે ગરબાડા પોલીસ સ્ટેશનમાં તારીખ.૦૫/૦૭/૨૦૧૬ ના રોજ એકટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં ગરબાડામાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્રણ વેપારીઓ સામે એકટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં ગરબાડાના વેપારી વર્ગ તેમજ ગરબાડાના ગ્રામજનો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને તેના અનુસંધાને આજરોજ જિલ્લા પોલીસ વડાની ગરબાડા મુલાકાત દરમ્યાન ગરબાડાના વેપારી વર્ગ તેમજ ગરબાડાના ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ મૌખીક રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાને આ બાબતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.
આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, આ ફરિયાદનો અમો તમામ વેપારીગણ તથા ગ્રામજનો સખત વિરોધ કરીયે છીએ અને આપ સાહેબને જણાવવાનું કે, ગરબાડા ગામમાં આવા અસામાજિક તત્વો અવારનવાર આવી રીતે ઝગડો તકરાર કરી બાદમાં મોટી રકમની ઉઘરાણી કરવાનો વેપલો ચલાવે છે તેનો અમો સખત વિરોધ છીએ અને ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો બીજા વેપારીઓ સામે કે ગ્રામજનો સામે આવી ખોટી એકટ્રોસીટી જેવી કલમ લગાવી હેરાન પરેશાન ન કરે તે માટે અમો ગ્રામજનોની આપ સાહેબને નમ્ર અરજ છે. વધુમાં આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે,ગરબાડાના ત્રણ વેપારીઓ સામે જે એકટ્રોસીટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે તદન ખોટી છે આ બાબતની આપ સાહેબ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી અમો ગ્રામજનોની માંગ છે. જો તટસ્થ તપાસ નહીં થાય તો આવા અસામાજિક તત્વોને બીજા વેપારીઓ સામે આવી ખોટી ફરિયાદ કરવાનું મોકળું મેદાન મળી જશે. તેમ આવેદન પત્રમાં જણાવ્યુ હતું.