શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ભારતભરમાં ઊજવવામા આવે છે. આજરોજ તારીખ. ૧૭/૦૨/૨૦૧૯ ના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિતે ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો વિશેષ શણગાર તથા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દેશભક્તિના ગીતો સાથે નીકાળવામાં આવી હતી અને બજારમાં ચામુંડા માતાજી મંદિરના ચોકમાં મૌન પાળી જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં શાહિદ થયેલા આપણાં જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને ત્યાર બાદ વિશ્વકર્મા મંદિરે ભગવાન વિશ્વકર્માની આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા, ગાંગરડી, ચંદલા, જાંબુઆ, ટૂંકી વિગેરે ગામોના પંચાલ સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે છે.