Priyank Chauhan – Garbada
આગ ઝરતી અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગરબાડા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી માવઠું થતા વાતાવરણમાં અંશતઃ ઠંડક પ્રસરી જવા પામી હતી જેના પગલે અસહ્ય ગરમીથી ત્રસ્ત પ્રજાને ગરમીથી આંશિક છુટકારો મળ્યો હતો અને કમોસમી વરસાદ વરસતા બજારમાં સ્વયં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
Honda ” Navi “
Rahul Motors
વરસાદના ઝાપટા પડતાંની સાથે જ વીજ પુરવઠો રાબેતા મુજબ ખોરવાઈ ગયો હતો અને મોડે સુધી વીજ પુરવઠો ચાલુ નહી થતા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.