Saturday, December 28, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા ગામને પાણી પૂરું પડતી મોહણખોબ તળાવ આધારિત પા.પુ.યોજનાની અધૂરી કામગીરી પૂર્ણ...

ગરબાડા ગામને પાણી પૂરું પડતી મોહણખોબ તળાવ આધારિત પા.પુ.યોજનાની અધૂરી કામગીરી પૂર્ણ કરવા બાબતે ગરબાડા ગામની પ્રજાને ગેરમાર્ગે દોરતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ

 

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN – GARBADA  

ગરબાડા નગર સહિત નવાતરિયા ફળિયાને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવા સરકાર દ્વારા અંદાજિત એક કરોડ ઉપરાંતના ખર્ચે મોહણખોબ તળાવ આધારિત પાણી પુરવઠા યોજના બનાવી હતી. આ મોહણખોબ પાણી પુરવઠા યોજનાનુ ખાતમુર્હુત તત્કાલિન મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તારીખ.૦૪/૦૯/૨૦૧૦ ના રોજ કરવામાં આવ્યું હતું. આ યોજનાને છ વર્ષ જેટલો સમય થવા આવ્યો તેમ છતાં આજેપણ આ યોજના અધૂરી છે. આ યોજનાની અધૂરી કામગીરી પૂર્ણ કરવા બાબતે છેલ્લા કટલાક વર્ષથી ગરબાડા ગ્રામ પંચાયાત દ્વારા અનેક વખત પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં પાછલા કેટલાક વર્ષથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ગરબાડા ગ્રામ પંચાયતને તથા ગામની પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.  

          જાણવા મળ્યા મુજબ હાલમાં ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગને મોહણખોબ પાણી પુરવઠા યોજનાને લગતી ફિલ્ટર પ્લાન્ટ સહિત ૧૧ જેટલી ક્વેરીઓ દૂર કરવા માટે ફરીથી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કૂવો (ઇંટેકવેલ) તળાવના કિનારે જમીન ઉપર બનાવી દેવાના કારણે હાલમાં આ તળાવમાં પાણી હોવા છતાં ગરબાડાની પ્રજાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને નછૂટકે રૂપિયા ૩૦૦ થી ૪૦૦ ખર્ચી ખાનગી ટેન્કરો મારફતે પાણી ખરીદવું પડે છે.

          આ મોહણખોબ તળાવ આધારિત પા.પુ. યોજનાની અધૂરી કામગીરી બાબતે ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તારીખ.૩૦/૦૭/૨૦૧૨ નાં રોજ ભુખ હડતાળ ઉપર બેઠા હતા જેમાં પા.પૂ.કા.પા.ઇ.કાપડિયા દ્વારા આ યોજના વહેલીતકે પૂર્ણ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી તેમ છતાં આજે પણ આ યોજનાની કામગીરી અધૂરી છે. આ યોજનાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આ યોજનાની કામગીરી અધૂરી હોવાના કારણે ગરબાડા ગ્રામ પંચાયતે તેનો હવાલો સ્વીકારેલ ન હતો.

          આ પા.પુ.યોજનાની કામગીરી અધૂરી હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારોઓ તારીખ.૦૩/૦૧/૨૦૧૫ ના રોજ ગરબાડા ગ્રામ પંચાયતને આ યોજનાનો હવાલો સોપવા માટે આવ્યા હતા ત્યારે ફિલ્ટર પ્લાન્ટ સહિત ૧૧ જેટલી ક્વેરીઓ દૂર કરવા માટે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ યોજનાની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી અને ફરી તારીખ.૦૩/૦૩/૨૦૧૬ ના રોજ આ યોજનાનો હવાલો સોંપવા માટે ગામના સરપંચ તેમજ ગામના બે-ત્રણ આગેવાનોની હાજરીમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત ૧૧ જેટલી ક્વેરીઓ આઠ દિવસમાં પૂર્ણ કરવાની બાંહેધરી પાણી પુરવઠા વિભાગના કા.પા.ઇ.ડાંગીએ આપી હતી. જે બાંહેધરીના આધારે ગરબાડા ગ્રામ પંચાયતે આ અધૂરી પાણી પુરવઠા યોજનાનો હવાલો સ્વીકાર્યો હતો. તેમ છતાં બાંહેધરીને બે માસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પણ ૧૧ જેટલી ક્વેરીઓ પાણી પુરવઠા વિભાગ દ્વારા આજદિન સુધી દૂર કરવામાં આવી નથી. જે બાબતને લઈને ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ફિલ્ટર પ્લાન્ટ સહિત ૧૧ જેટલી ક્વેરીઓ દૂર કરવા ફરીથી તારીખ.૦૫/૦૫/૨૦૧૬ ના રોજ પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરાઇ છે જે રજૂઆતમાં કૂવો તળાવનાં કિનારે જમીન ઉપરજ ચણી દેવામાં આવ્યો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કૂવો પ્લાન એસ્ટીમેંટ પ્રમાણે બનાવવામાં આવ્યો નથી. જો આ કૂવો પ્લાન મુજબ બનાવવામાં આવ્યો હોત તો આજે ગરબાડાની જનતાને પાણી માટે વલખા મારવા નહીં પડતાં અને તળાવમાં પાણી હોવા છતાં કૂવો (ઇંટેક વેલ) ઊંચો હોવાના કારણે ગામની પ્રજાને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે અને ગામની પ્રજાને પાણી માટે નાણાં ખર્ચી ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે.

          (Byte  :  મહેન્દ્ર ગોહિલ, (ત.ક.મંત્રી, ગરબાડા ગ્રા.પંચાયત) :    મોહણખોબ યોજનામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા માત્ર જમીન ઉપરજ કૂવો ચણી દેવામાં આવ્યો છે જેને પ્લાન એસ્ટીમેંટ પ્રમાણે ઊંડો કરવાની જરૂર છે. કૂવો તળાવની જગ્યામાં બનાવવાના બદલે તળાવ કિનારે ઉચાણ ઉપર બનાવેલ હોવાથી તળાવમાંથી ચેનલ બનાવી તે પાણી કુવામાં લાવવું પડે તેમ છે. હાલમાં એક દોઢ માસ ચાલે તેટલું પાણી તળાવમાં છે. પરંતુ કુવાનાં ઉચાણવાળા ભાગના કારણે પાછલા આઠ દશ દિવસથી ગામમાં નળ આપ્યા નથી. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments