PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાનાં ઝરી કળશીયા ગામે તારની વાડ કરી ગૌશાળા બનાવેલ હોય ત્યાં ગૌશાળામાં લાઇટ કરવા માટે લીધેલ વીજ વાયર લોખંડના તારની વાડ સાથે બાંધી રાખતા લોખંડની વાડમાં કરંટ ઉતરતા તે તારની વાડને અડી જવાથી કરંટ લગતા એક સાહેઠ વર્ષીય મહિલાનું તથા એક નવ વર્ષીય છોકરીનું ઘટના સ્થળે મોત નીપજેલ છે જ્યારે આ બંનેને બચાવવા ગયેલ એક વીસ વર્ષીય છોકરીને કરંટ લગતા તે ફેકાઈ જવાથી તેનો અદભુત બચાવ થયેલ છે. એક સાથે દાદી તથા પૌત્રીનુ વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત થતાં કળશીયા ગામમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. આ બાબતે કરંટ લાગવાથી બચી ગયેલ હંસાબબેન રમણભાઈ માવીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકાનાં ઝરી કળશીયા ગામે આશ્રમ ફળીયામાં તારની વાડ કરી ગૌશાળા બનાવેલ હોય ત્યાં ગૌશાળામાં લાઇટ કરવા માટે લીધેલ વીજ વાયર લોખંડના તારની વાડ સાથે બાંધી રાખેલ હોય લોખંડની વાડમાં અચાનક વીજ કરંટ ઉતરતા આજરોજ તારીખ.૨૬/૦૧/૨૦૧૭ ના રોજ સવારે દશ વાગ્યાના સુમારે કમોદીબેન માનસીંગ માવી તેમની માલિકીના ખેતરમાં પ્રવેશ કરતાં હતા તે દરમ્યાન તારની વાડને અડી જવાથી સાહેઠ વર્ષીય કમોદીબેન માનસીંગ માવીને વીજ કરંટ લાગ્યો હતો. કમોદીબેનને વીજ કરંટ લગતા તેમની નવ વર્ષીય પૌત્રી નામે ઈન્દીરાબેન હરમલભાઈ માવી તેમણે બચાવવા આવતા તેને પણ વીજ કરંટ લગતા આ બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું જ્યારે આ બંનેને તારની વાડ ઉપર લદાઇ રહેલા જોઈ હંસાબેન રમણભાઈ માવી આ બંનેને બચાવવા જતાં હંસાબેનને પણ વીજ કરંટ લગતા તે દૂર ફેકાઈ જતાં તેનો અદભુત બચાવ થયેલ છે.
આ ઘટના સંદર્ભે હંસાબેન રમણભાઈ માવીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.