PRIYANK CHAUHAN GARBADA
NEWS IS SPONSERED BY RAHUL MOTORS
HONDA NAVI
ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે છોકરીની છેડતી બાબતની અદાવત રાખી બે ઇસમોએ ભેગા મળી ગાંગરડા ગામના એક પંચાવન વર્ષીય ઈસમને ગડદાપાટુનો માર મારી ગળું દબાવી મોત નીપજવેલ છે. આ બાબતે મૃતકના પુત્ર દ્વારા ગરબાડા તાલુકાનાં બોરિયાલાના દીવાનીયાવડ ફળિયાના બે ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, બનાવની વિગત આવી છે કે, તારીખ.૧૧/૦૯/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ગાંગરડા ગામે ગરબાડા તાલુકાનાં બોરિયાલાના દીવાનીયાવડ ફળિયાના રહેવાસી પરેશભાઈ સબુરભાઈ બબેરીયા તથા સુરેશભાઇ સામાભાઈ બબેરીયાએ ગાંગરડાના કાચલા ફળીયાના રહીશ દરૂભાઈ શકરાભાઈ ડામોર તથા શકરાભાઈ રાળીયાભાઈ ડામોર સાથે છોકરી છેડતી બાબતની અદાવત રાખી દરૂભાઈ તથા તેના પિતા શકરભાઈને પરેશભાઈ સબુરભાઈ બબેરીયાએ કહેલ કે, તમોએ મારી બહેનને કેમ પકડેલી તેમ કહી ઉશ્કેરાઈ જઇ દરૂભાઈ શકરાભાઈ ડામોર તથા શકરાભાઈ રાળીયાભાઈ ડામોરને માં-બેન સમાણી ગાળો બોલી કહેલ કે આજે તો તને પતાવી દેવાનો છે અને જાનથી મારી નાખવાનો છે તેમ કહી શકરાભાઈ રાળીયાભાઈ ડામોરને ગડદાપાટુનો માર મારી બે હાથથી ગળું પકડી ગળું દબાવી અને સુરેશભાઇ સામાભાઈ બબેરીયાએ છાતીના ભાગે તથા પેટને ભાગે લાતો મારી મોતને ઘાટ ઊતરેલ છે
આ બાબતે મૃતક શકરાભાઈ રાળીયાભાઈ ડામોરના પુત્ર દરૂભાઈ શકરાભાઈ ડામોરે ગરબાડા પોલીસ સ્ટેશનમાં બોરિયાલાના દીવાનીયાવડ ફળિયાના પરેશભાઈ સબુરભાઈ બબેરીયા તથા સુરેશભાઇ સામાભાઈ બબેરીયા સામે ફરિયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૧/૧૬ ઇ.પી.કો.કલમ. ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.