VIPUL JOSHI –– GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયા ગામમાં વિજળી પડતા પાંચ વ્યક્તિઓ ગંભીર રૂપે ઘાયલ થયેલ છે. તથા નઢેલાવ ગામમાં એક વ્યક્તિઓનું વીજળી પડવાથી મોત નિપજયું અને નવા ફળિયામાં બે બળદના પણ મૃત્યુ થયેલ છે. તથા અન્ય એક ઘાયલ.
વધુમાં ટ્રેક્ટરમાં ભરેલું ઘાસ પણ સળગી ગયું. વીજળી પાડવાથી ઈજા પામેલ તમામને ગરબાડાના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા સારવાર બાદ હાલ તમામની તબિયત સુધારા પર છે.
મળેલ માહિતીના આધારે ગરબાડાના સીમલીયા ગામના લીમ ફળિયામાં શુક્રવારના રોજ ઝરી કળસીયા ગામના આશ્રમ ફળિયામાં રહેતા 63 વર્ષીય થાવરિયાભાઈ મોતિયાભાઈ માવી, 06 વર્ષનો રિતેશ રતનસિંહ માવી, 60 વર્ષની જોખીબેન થાવરીયાભાઈ માવી તેમજ નઢેલાવ ગામના તેમના ભાણેજ પ્રકાશ ઉ. વ. ૧૭ વર્ષ તેમજ વર્ષા ઉ.વ. 15 વર્ષનાઓ પણ ટ્રેક્ટરમાં બેસીને ઘાસ લેવા માટે લીમ ફળિયાના હેલીપેડ પાસે આવેલ ખેતરમાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસ ભરી રહ્યા હતા તેવામાં બપોરના ચાર વાગ્યાની આસપાસ ગરબાડા પંથકમાં ભયંકર વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેવામાં હેલીપેડની પાસે ટ્રેક્ટરમાં ઘાસ ભરતા આ પાંચેય લોકો વરસાદ અને ભયંકર વીજળીના અવાજના કારણે ટ્રેકટરની ટોલી નીચે બેસી ગયા હતા જેમાં અચાનક વીજળી પડતા ટ્રેકટરની ટોલીમાં ભરેલ ઘાસ સળગી ગયું હતું. જ્યારે ટોલી નીચે બેઠેલ થાવરીયાભાઈને માથાના ભાગે વર્ષાને ડાબા હાથના ખભાની ચામડી બળી ગઈ હતી જ્યારે પ્રકાશને જમણા હાથે ઝટકો લાગ્યો હતો તેમજ 6 વર્ષના રીતેશને જમણા હાથની કોણીની ચામડી બળી ગઈ હતી અને જોખી બેનને થાપાના ભાગની ચામડી બળી ગઈ હતી. આ સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાસે આવેલ સરકારી દવાખાનામાં તમામને લાવવામાં આવ્યા હતા. વીજળીથી ઈજા પામેલ લોકોને ગરબાડા સરકારી હોસ્પિટલના તબીબ ડોકટર આર.કે મહેતા દ્વારા તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હતી. તેમજ ડોક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ પાંચેય લોકોની તબિયત સુધારા પર છે.
ગરબાડા તાલુકામાં અડધા કલાકના ભારે વરસાદના પગલે તાલુકામાં ત્રણ અલગ અલગ સ્થળે આકાશી વીજળી પડી હતી નવા ફળિયા, નઢેલાવ અને સીમલયા માં જેમાં નઢેલાવ ગામે કેટલાક વ્યક્તિઓ કામ કરતાં હતા અને ખેતીકામમાં ૧૨ વર્ષીય ડામોર આશિષ પણ જાેડાયો હતો. વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી પડતાં ૧૨ વર્ષીય આષિશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતાં ક્ષણભરમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ સીમળીયા ગામે પણ વીજળી પડતાં ટ્રેકટરની ટોલીમાં ભરેલ ઘાસ બળી ગયું હતું. જ્યારે પાંચ લોકોને વીજળી પડવાથી ગંભીર ઈજાઓ થઈ હતી અને
તાલુકાના નવા ફળિયા ખાતે પણ વીજળી પડવાથી મોરી લાલાભાઇ મલાભાઈ પગના ભાગે ઇજા થયેલ છે અને હાલ સારવાર હેઠળ છે જ્યારે બે બળદનો વીજળી પડવાથી મરણ થયેલ છે આમ સમગ્ર તાલુકામાં ભારે વરસાદને કડાકા-ભડાકા સાથે ભયંકર વીજળી થતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે છ જેટલા લોકોને વીજળીથી ઇજાઓ થઇ હતી અને બે બળદો ના પણ મોત નિપજ્યા હતા.