Sunday, January 26, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં મહાશિવરાત્રિ મહાપર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી

ગરબાડા તાલુકામાં મહાશિવરાત્રિ મહાપર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી

PRIYANK CHAUHAN – GARBADA

 

મહાશિવરાત્રિના પર્વ નિમિતે ગરબાડા તાલુકાના વિવિધ શિવાલયોને તથા મંદિરને વિશેષ શણગારીને મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ નાનામોટા શિવાલયોમાં ભગવાન શંકર ભોલેનાથના દર્શનાર્થે ભક્તજનો વહેલી સવારથીજ ઉમટી પડયા હતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવલિંગ ઉપર જળાભિષેક તથા વિવિધ સામગ્રીથી અભિષેક કરતાં નજરે પડયા હતા અને તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.

મહાશિવરાત્રિના દિવસે ભાંગનો વિશેષ મહત્વ હોય છે અને ગરબાડા ખાતે આવેલ રામનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવને પ્રિય એવી ભાંગ (મિસરીયુક્ત) પ્રસાદીરૂપે દર્શનાર્થીઓને આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments