PRIYANK CHAUHAN GARBADA
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનની નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થતાં આ બે વર્ષમાં બંને સરકારો દ્વારા પ્રજાલક્ષી નિર્ણયો તેમજ અનેક યોજનોઓ દ્વારા શહેરી તેમજ ગામડાઓનો વિકાસ તથા ગરીબો અને કિસાનો માટે અનેકવિધ યોજનાઓ તથા બે વર્ષના કાર્યકાળ દરમ્યાન થયેલા વિકાસના કાર્યોની વિસ્તૃત જાણકારી જન જન સુધી પહોચાડવાના લક્ષ સાથે વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજરોજ માન.સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ વિકાસ ગૌરવ યાત્રાનું ગરબાડા તાલુકામાં આગમન થયું હતું જે યાત્રા અભલોડ,ગાંગરડી થઈ ગરબાડા ગામે આવતા ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગરબાડા ગામમાં બાઇક રેલી યોજી એપીએમસી મેદાનમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
HONDA NAVI
અજીતસિંહ રાઠોડે પ્રારંભિક સંબોધન કરી સાંસદ જશવંતસિંહ ભાભોરનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ માન.સાંસદ જશવંતસિંહ ભાભોરે તેમના સંબોધનમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી સભામાં ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.