Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનઅક્રોશ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં...

ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનઅક્રોશ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા. ૦૫/૦૨/૨૦૧૯ ને મંગળવારના રોજ ગરબાડા ખાતે એક ભવ્ય જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં ગરબાડા ૧૩૩ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, કિરીટભાઈ પટેલ, રઘુભાઈ મછાર, સોમાભાઇ ચૌહાણ, ઈશ્વરભાઈ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ગરબાડા નગરમાં જન આક્રોશ રેલી કાઢી હતી અને ગરબાડા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં રાજ્યની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે અને લોકહિત કે પ્રજાની સુખાકારીની કોઈ યોજનાઓ કે કામગીરી થતી નથી. માત્ર મૂડીપતિઓ અને ભાજપના મળતિયાઓ દ્વારા સરકારી તંત્રનો અંગત લાભ માટે બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ગુજરાત રાજ્યની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે હર હંમેશ પ્રજાની પડખે રહેવાની કોંગ્રેસની નીતિને અનુરૂપ કોંગ્રેસ પક્ષ રાજયની ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાને વખોડી કાઢે છે અને તાકીદે પ્રજાની સુખાકારી અને લોકહિતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગણી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments