PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા નગરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનોના સહયોગથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ (શ્રીમદ્દ ભાગવત કથા) નું આજે તારીખ ૦૯/૦૯/૨૦૧૬ ના રોજ થી તારીખ ૧૬/૦૯/૨૦૧૬ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ બપોરના એક કલાકે ઇન્દ્રવદનભાઈ પંચાલને ત્યાંથી પોથી પધરાવવામાં આવેલ છે.
કથાનું રસપાન શાસ્ત્રી ઋષિકુમારજી જોષીના મધુર કંઠે કરવામાં આવી રહ્યું છે અને કથાનો સમય બપોરના ૦૧:૩૦ કલાક થી સાંજના ૦૫:૦૦ કલાક સુધીનો રાખવામાં આવેલ છે. તારીખ ૧૩/૦૯/૨૦૧૬ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે.
શ્રીમદ્દ ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ પ્રાપ્ત થઈ શકે નહીં તે ફળ સપ્તાહજી શ્રવણમાં જ પ્રાપ્ત થઈ જાય છે.