Monday, January 27, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા પોલીસે મધ્યપ્રદેશ તરફથી બોલેરો જીપમાં લાવવામાં આવતો રૂ।.૨,૫૦,૯૫૦/- ની કિંમતનો ઇંગ્લિશ...

ગરબાડા પોલીસે મધ્યપ્રદેશ તરફથી બોલેરો જીપમાં લાવવામાં આવતો રૂ।.૨,૫૦,૯૫૦/- ની કિંમતનો ઇંગ્લિશ દારૂ ભરેલી ૧૦૧ પેટીઓ બાતમીના આધારે દેવધા ગામેથી ઝડપી પાડી

PRIYANK CHAUHAN – GARBADA

 

મધ્યપ્રદેશથી બોલેરો જીપમાં દારૂ તથા બીયરની ૧૦૧ પેટીઓ લાવવામાં આવતી હતી. દારૂ ભરેલી જીપને રોકાવવાનો પ્રયત્ન કરનાર પો.કો.ને જીપ ચાલકે ટક્કર મારી મોટરસાઇકલ ઉપરથી પાડી દઈ કચડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવતા પો.કો.ને ઇજાઓ થતાં દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો. દારૂની હેરાફેરી કરનાર બે ઇસમો જીપ મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે રૂ।.૨,૫૦,૯૫૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા રૂ।.૪,૦૦,૦૦૦/- ની કિંમતની બોલેરો જીપ સહિત રૂ।.૬,૫૦,૯૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, તા.૧૮/૦૧/૨૦૧૮ ના રોજ રાત્રિના સમયે ગરબાડા PSI તેમના સ્ટાફના માણસોને સાથે રાખી પેટ્રોલીંગ હતા અને ફરતા ફરતા દેવધા ગામે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક બોલેરો જીપ ગાડી દારૂ ભરેલી મધ્યપ્રદેશમાંથી આવે છે તેવી બાતમી મળતા PSI એ PRO.ASI રાકેશભાઈ દીપસીંગ તથા પોલીસ કોન્સટેબલ દીપ્તિનબાઈ મૂળજીભાઈને બોલાવતા તેઓ મોટરસાઇકલ નંબર જીજે.૨૦.ક્યું.૫૧૬૩ લઈને આવી ગયેલા અને આ બંનેને દેવધા ભગત ફળિયામાં વોચમાં ઊભા રાખી PSI સહિતનો સ્ટાફ દેવધાથી લીલર તરફ જતાં હતા તે દરમ્યાન સામેથી બાતમીવાળી જીજે.૦૯.બીબી.૭૬૩૯ નંબરની એક બોલેરો જીપ આવતા આ જીપને ઊભી રખાવવાનો પ્રયત્ન કરતાં જીપ ઊભી રાખેલ નહીં અને જીપ લઈ નસવા જતાં દેવધા ભગત ફળીયામાં વોચમાં ઊભા રહેલ PRO.ASI રાકેશભાઈ દીપસીંગ તથા અ.પો.કો.દીપ્તિનભાઈ મૂળજીભાઈ એ આ જીપ ઊભી રખાવવા પ્રયત્ન કરતાં જીપ ડ્રાઇવરે જીપ ઊભી નહીં રાખી પોલીસના માણસોને કચડી મારી નાંખવાના ઇરાદે મોટરસાઇકલ નંબર જીજે.૨૦.ક્યું.૫૧૬૩ ને ટક્કર મારી અ.પો.કો.દીપ્તિનબાઈ મૂળજીભાઈને પાડી દઈ તેમની મોટરસાઇકલ ઉપર જીપ ચડાવી દીધેલ તે દરમ્યાન આ બોલેરો જીપની પાછળ PSI સહિત પોલીસ સ્ટાફના માણસો આવી જતાં જીપ ડ્રાઈવર ગોપીભાઈ મડિયાભાઈ ગણાવા તથા શૈલેષભાઈ મડિયાભાઈ ગણાવા બંને રહે.વરમખેડા, તા.જી. દાહોદનાઓ જીપ મૂકી નાસવા જતાં પોલીસે તેમને બેટરીને અજવાળે ઓળખી લીધેલ અને તેઓ બંને નાસી ગયેલ અને અ.પો.કો.દીપ્તિનબાઈ મૂળજીભાઈ રોડ ઉપર પડેલ હોય તેને જોતાં બરડાના ભાગે તથા જમણા પગે ઠીંચણ પાસે તથા જમણા હાથે કોણી ઉપર તથા શરીરે મૂઢ માર ઇજાઓ થતાં અ.પો.કો.દીપ્તિનબાઈ મૂળજીભાઈને દાહોદ અનીતા સર્જીકલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપેલ અને ટક્કર મારનાર બોલેરો જીપમાં પોલીસે તપાસ કરતાં બોલેરો જીપમાંથી બ્લેક ફોર્ડ સુપર સ્ટ્રોંગ બીયરની ૫૬ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૬૭,૨૦૦/- તથા બેગપાઇપર ડિલક્ષ વ્હીસ્કીની ૦૫ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૨૪,૦૦૦/- તથા રિત્ઝ ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કીની ૧૦ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૪૮,૦૦૦/- તથા રોયલ સિલેક્ટ ડીલક્ષ જે.કે. એન્ટરપ્રાઇઝ (૭૫૦ મિલી) ની ૦૫ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૧૮,૦૦૦/- તથા રોયલ સિલેક્ટ ડીલક્ષ જે.કે.એન્ટરપ્રાઇઝ (૧૮૦ મિલી) ની ૧૫ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૫૬,૨૫૦/- તથા ગોવા વ્હીસ્કીની ૧૦ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૩૭,૫૦૦/- નો દારૂ બીયરનો જથ્થો મળી આવતા પોલીસે દારૂની કુલ ૧૦૧ પેટીઓ જેની કુલ કિંમત રૂ।.૨,૫૦,૯૫૦/- તથા રૂ।.૪,૦૦,૦૦૦/- ની કિંમતની બોલેરો જીપ મળી કુલ રૂ।.૬,૫૦,૯૫૦/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ બાબતે ગરબાડા PSI એ પ્રતિબંધક વિસ્તારમાં ગેર-કાયદેસર દારૂની હેરાફેરી કરનાર અને જીપ રોકાવતાં મારી નાંખવાના ઇરાદે જીપ મોટરસાઇકલ ઉપર ચડાવી પો. કો. દીપ્તિનભાઈને ઇજાઓ કરી મોટર સાઇકલને આશરે રૂ।.૧૦,૦૦૦/- નું નુકશાન કરનાર વરમખેડા ગામના ગોપીભાઈ મડિયાભાઈ ગણાવા તથા શૈલેષભાઈ મડિયાભાઈ ગણાવા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ.૩૦૭, ૪૨૭, ૧૧૪ તથા ધી પ્રોહી એક્ટ કલમ. ૬૫ઈ, ૮૩, ૮૧, ૯૮(૨), ૧૨૦ (૨) મુજબ ફરિયાદ નોંધાવેલ છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments