
Umesh Panchal – Limkheda
દાહોદના આકૃતિ શેપિંગ ઈન્ડિયા નામના ગૃપ દ્વારા તરીખ ૩૦/૧૨/૨૦૧૫ ના રોજ લીમખેડાના લીમડી રોડ ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જે ગરીબ બાળકો છે પરંતુ ભણવામાં બહુ હોશિયાર છે અને જેઓ શાળામાં જઇ શકતા નથી તેવા બાળકોની ઉપરોકત ગૃપ દ્વારા ૭૦% થી ૭૫% ફી ભરવામાં આવશે અને બાકીની ૨૫% થી ૩૦% ફી શાળા પાસે માફ કરાવશે.



આ ગૃપ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેઓ રેલવેમાં દાહોદ થી વડોદરા તથા દાહોદ થી ઈન્દોર સુધી મુસાફરી કરી રેલવેના મુસાફરોને ગરીબ બાળકો વિષે જણાવી તેમના માટે ફંડ ઉધરાવે છે અને જે રીતે શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના બાળકોને મદદ કરી છે તેવી રીતે દાહોદ જિલ્લા ઉપરાંત જ્યાથી પણ તેમને મદદ માટે કહેવામા આવશે તો તેવા બાળકોની તેઓ મદદ કરશે. આકૃતિ શેપિંગ ઈન્ડિયા ગૃપ ૬ઠી ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ થી જ ચાલુ કરેલ છે અને તેને તારીખ ૩૦/૧૨/૨૦૧૫ સુધીમાં રૂપિયા ૧૮૦૦૦ એકત્રિત કરી તેમાથી શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ૭ બાળકોની ફી ના ૭૫ % લેખે રૂપિયા ૧૭૫૦૦ શાળાને ચુકવ્યા છે. શેપિંગ ઈન્ડિયા નામના ગૃપ દ્વારા તરીખ ૩૦/૧૨/૨૦૧૫ ના રોજ લીમખેડાના લીમડી રોડ ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જે ગરીબ બાળકો છે પરંતુ ભણવામાં બહુ હોશિયાર છે અને જેઓ શાળામાં જઇ શકતા નથી તેવા બાળકોની ઉપરોકત ગૃપ દ્વારા ૭૦% થી ૭૫% ફી ભરવામાં આવશે અને બાકીની ૨૫% થી ૩૦% ફી શાળા પાસે માફ કરાવશે.
આ ગૃપ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેઓ રેલવેમાં દાહોદ થી વડોદરા તથા દાહોદ થી ઈન્દોર સુધી મુસાફરી કરી રેલવેના મુસાફરોને ગરીબ બાળકો વિષે જણાવી તેમના માટે ફંડ ઉધરાવે છે અને જે રીતે શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના બાળકોને મદદ કરી છે તેવી રીતે દાહોદ જિલ્લા ઉપરાંત જ્યાથી પણ તેમને મદદ માટે કહેવામા આવશે તો તેવા બાળકોની તેઓ મદદ કરશે. આકૃતિ શેપિંગ ઈન્ડિયા ગૃપ ૬ઠી ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ થી જ ચાલુ કરેલ છે અને તેને તારીખ ૩૦/૧૨/૨૦૧૫ સુધીમાં રૂપિયા ૧૮૦૦૦ એકત્રિત કરી તેમાથી શ્રી હસ્તેશ્વર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ૭ બાળકોની ફી ના ૭૫ % લેખે રૂપિયા ૧૭૫૦૦ શાળાને ચુકવ્યા છે.