Wednesday, December 4, 2024
Google search engine
HomeDahod - દાહોદગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં દાહોદ જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલીનું...

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં દાહોદ જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલીનું થયું ભવ્ય આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ને મંંગળવારના રોજ અંદાજે બપોરના ૦૨:૦૦ કલાકે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા એક બાઇક રેલી તથા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું હતું.

દાહોદ જિલ્લા ભાજપ દ્વારા આજ રોજ બપોરના સમયે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષ સ્થાને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટીલના નેતૃત્વમાં આ રેલીનું આયોજન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. રેલીમાં લગભગ એક હજાર ઉપરાંત બાઇકો જોવા મળી હતી. આ રેલીમાં જિલ્લા પંચાયત ઉમેદવારો, તાલુકા પંચાયત ઉમેદવારો તેમજ નગરપાલિકાના કાઉન્સિલર ઉમેદવારો પોતાના સૌ કાર્યકર્તાઓ સહિત આ રેલીમાં જોડાયા હતા.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

આ રેલીની શરૂઆત સી.આર.પાટીલ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રેલીના પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલી દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ થી ભગિની સમાજ, માણેકચોક, ગોવિંદનગર, ગૌશાળા, પડાવ તથા RTO થઈ સભામંડપ ખાતે સમાપન કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેન્દ્ર શોરૂમ ની સામે એક વિશાળ સભા રાખવામાં આવી હતી. સભાની શરૂઆતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સ્વાગત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ સભામાં જેઓ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિન હરીફ વિજેતા જાહેર થયા છે તેઓનું પણ સી.આર. પાટીલ દ્વારા સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાને સંબોધતા આટલી વિશાળ રેલીને રેલી નહિ પણ રેલો છે તેઓએ જણાવ્યું હતું. સભામાં ખૂબ જ મોટી જનમેદની જોવા મળી હતી.  તેઓએ જણાવ્યું કે મહાનગરપાલિકાઓના જે પરિણામો આવ્યા છે તેને જોઈને હવે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાના પરિણામ પણ આવાજ આવવા જોઈએ. સભા મંડપમાં ઉપસ્થિત જનતા પાસેથી આશ્વાશન લીધું છે અને કહ્યું કે આ જ રીતે આપણે બે તારીખે વિજય સરઘસમાં પણ આટલી જ મોટી જનમેદની ભેગી કરીશુ. આ સભા મંચ પર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત જિલ્લા પ્રભારી અમીત ઠાકર, સુધીરભાઈ લાલપુરવાલા, મહેશ ભુરિયા, તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અન્ય નેતા પણ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments