ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ. રા. ગાંધીનગરનાઓની સૂચના મુજબ તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” સૂત્ર હેઠળ ટાંડી ગામમાં મીટીંગ કરવામાં આવી. દરમ્યાન ગ્રામજનો તરફથી ત્રણ વાત અને પોલીસ તરફથી ત્રણ વાત એમ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સદર મિટિંગમાં લીમડી પોલીસ સ્ટેશનના PI એચ.બી.પટેલ તથા PSI એમ.બી.ખરાડી તેમજ PSI એમ.એફ.ડામોર તેમજ બીટ જમાદાર જયેશભાઈ ડામોર તેમજ આશરે ૬૦ જેટલા વડીલો, આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહેલ હતા.