ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનો માટે સ્વ-રોજગારી કીટસ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.
દાહોદ મફતલાલ ગ્રુપ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, દાહોદના સૌજન્યથી અંધજન મંડળ, અમદાવાદ, રાષ્ટ્રીય અંધજન મંડળ, દાહોદ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, દાહોદના સંયુકત ઉપક્રમે તારીખ ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, મંડાવાવ રોડ, દાહોદ ખાતે સવારે ૧૧ કલાકે દિવ્યાંગજનો માટે સ્વ-રોજગારી કીટસ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. દાહોદ જિલ્લાના દિવ્યાંજનો તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના દિવ્યાંગજનોને આર્થિક રીતે પગભર બની કુટુંબને મદદરૂપ થઇ શકે તે માટે સ્વ-રોજગારી કીટસ વિતરણ તેમજ દાહોદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંજનોને સાધન સહાય અંતર્ગત ટ્રાયસિકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે નગર સેવા સદન દાહોદના પ્રમુખશ્રી નીરજ દેસાઈ, જિલ્લા શિક્ષણધિકારીશ્રી એસ. એલ. દામા, દાહોદ ઉદ્યોગપતિ શ્રેયસભાઈ શેઠ ઉપસ્થિત રહેશે.
દાહોદ : મફતલાલ ગ્રુપ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, દાહોદના સૌજન્યથી અંધજન મંડળ, અમદાવાદ, રાષ્ટ્રીય અંધજન મંડળ, દાહોદ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, દાહોદના સંયુકત ઉપક્રમે તારીખ ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, મંડાવ રોડ, દાહોદ ખાતે સવારે ૧૧ કલાકે દિવ્યાંગજનો માટે સ્વ-રોજગારી કીટસ તેમજ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.
દાહોદ જિલ્લાના દિવ્યાંજનો તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના દિવ્યાંગજનોને આર્થિક રીતે પગભર બની કુટુંબને મદદરૂપ થઇ શકે તે માટે સ્વ-રોજગારી કીટસ વિતરણ તેમજ દાહોદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંજનોને સાધન સહાય અંતર્ગત ટ્રાયસિકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે નગર સેવા સદન દાહોદના પ્રમુખ નીરજ દેસાઈ, જિલ્લા શિક્ષણધિકારીશ્ એસ. એલ. દામા, દાહોદ ઉદ્યોગપતિ શ્રેયસભાઈ શેઠ ઉપસ્થિત રહેશે.